નવી દિલ્હીઃ ભારતીય રીઝર્વ બેંકે પોતાનું વિઝન ડોક્યૂમેન્ટ જાહેર કર્યું છે.તેમાં દેશમાં ઓછી કેશ ધરાવતી અર્થવ્યવસ્થાના લક્ષ્યને ધ્યાનમાં રાખતાં ઉદ્દેશ જાહેર કર્યાં છે. જેનું ફોકસ સુરક્ષિત, સુવિધાજનક, તેજ અને સસ્તું ઈ-પેમેન્ટ પ્રણાલી બનાવવા પર છે. આ દસ્તાવેજ દેશમાં ઓનલાઈન ચૂકવણી પ્રણાલીમાં આવનારા બે વર્ષ દરમિયાન થનારી ભારે વૃદ્ધિને ધ્યાનમાં રાખતાં જાહેર કર્યા છે. આરબીઆઈને આશા છે કે ડિસેમ્બર 2021 સુધી દેશમાં ડિજિટલ માધ્યમોથી થનારી લેણદેણ ચાર ગણાથી પણ વધુ થઈ જશે. આ લેણદેણનું મીલ્ય વધીને 8,707 કરોડ રુપિયા સુધી પહોંચી જશે.
કેન્દ્રીય બેંકે આ વિઝન ડોક્યુમેન્ટને ભારતમાં ચૂકવણી પેમેન્ટ એન્ડ સેટલમેન્ટ સિસ્ટમઃ વિઝન 2019-21ના નામથી જાહેર કર્યા છે. આને જાહેર કરીને તેણે દેશમાં ઈ-ચૂકવણીના અનુભવને વધારે સારા બનાવવા અને ઉચ્ચ ડિજિટલ અને ઓછી રોકડ ધરાવતો સમાજ બનાવવાની દિશામાં પગલું ભર્યું છે.
રિઝર્વ બેંકે કહ્યું કે નવા સેવાપ્રદાતાઓ અને નવી પદ્ધતીઓ આવવાથી પેમેન્ટ સિસ્ટમમાં સતત બદલાવ ચાલુ રહેશે. આને ઉપભોક્તાઓને વધારે ખર્ચ પર વિભિન્ન પ્રકારની પેમેન્ટ સિસ્ટમના વિકલ્પ ઉપ્લબ્ધ હશે.
રીઝર્વ બેંક આ વિઝન દસ્તાવેજને 2019-2021 દરમિયાન અમલમાં લાવશે. આ પહેલા ગત વિઝન દસ્તાવેજ 2016 થી 2018 માટે જાહેર કરવામાં આવ્યું હતું. દેશમાં ડિજિટલ માધ્યમોથી થનારી લેણદેણ ડિસેમ્બર 2018ના 2,069 કરોડ રુપિયાથી ચાર ગણાં વધારે વધારીને ડિસેમ્બર 2021 સુધી 8,707 કરોડ રુપિયા સુધી પહોંચવાનું અનુમાન છે.