આદિત્ય બિરલા સનલાઈફ મ્યુચ્યુઅલ ફંડને ઈન્વેસ્ટર્સ એજયુકેશન અને અવેરનેસ માટે ‘બેસ્ટ ઓફ ધી બેસ્ટ એસિયન એવોર્ડ’

મુંબઈ – રોકાણકારો માટે સતત અને વ્યાપક  શૈક્ષણિક અને જાગ્રતિ ઝુંબેશ ચલાવનાર  આદિત્ય બિરલા સનલાઈફ મ્યુચ્યુઅલ ફંડને એસિયા એસેટ મેનેજમેન્ટ તરફથી વરસ 2019 માટે ‘બેસ્ટ ઓફ ધ બેસ્ટ એસિયન એવોર્ડ’  એનાયત થયો છે.

એસિયા એસેટ મેનેજમેન્ટ તરફથી આ પ્રતિષ્ઠિત એવોર્ડ સ્વીકારતા કે. એસ. રાવ

એબીએસએલ એએમસી તરફથી આ એવોર્ડ તેના ઈન્વેસ્ટર્સ એજયુકેશન વિભાગના હેડ કે.એસ. રાવે સિંગાપોર ખાતે એક કાર્યક્રમમાં સ્વીકાર્યો હતો.  આ એવોર્ડ  એબીએસએલ મ્યુચ્યુઅલ ફંડને બીજીવાર પ્રાપ્ત થયો છે. અગાઉ 2016માં આ એવોર્ડ તેમને  અપાયો હતો.

આ એવોર્ડ સ્વીકારતા કે.એસ. રાવે કહ્યું હતું કે એવોર્ડ મળવાથી આ ક્ષેત્રમાં કામ કરવાની  અમારી જવાબદારી વધે છે અને અમને ભરપુર  પ્રોત્સાહન પણ મળે છે.

સીઈઓ એ. બાલાસુબ્રમણ્યનો પ્રતિભાવ

આ પ્રસંગે આદિત્ય બિરલા સનલાઈફ એસેટ  મેનેજમેન્ટ કંપની લિ. ના સીઈઓ એ. બાલા સુબ્રમણ્યમે પોતાના પ્રતિભાવમાં કહયું હતું કે એશિયા  એસેટ મેનેજમેન્ટ તરફથી અમને આ એવોર્ડ મળવા બદલ અમે ગૌરવની લાગણી અણુભવીએ છીએ. આ એવોર્ડ અમારા રોકાણકારોની જાગ્રતિ પ્રત્યેના કમિટમેન્ટ માટે અમને વધુ બળ આપનારો છે. અમે એકધારું સતત રોકાણકારોને ફાઈનાન્સીયલ પ્લાનિંગ તેમ જ શિસ્તબધ્ધ  લાંબા ગાળાના રોકાણ માટે શિક્ષિત કરતા રહીએ છીએ. આ ઉધોગમાં અમે રોકાણકારોના શિક્ષણ-જાગ્રતિ અર્થે સૌથી વેગવાન અને સચોટ ઝૂંબેશ ચલાવતા રહીએ છીએ અને ચલાવતા રહીશું.

 

[ અમને ફોલો કરો:    Facebook   | Twitter   | Instagram  | Telegram 

તમારા મોબાઇલમાં 9820649692 આ નંબર Chitralekha નામે સેવ કરી અમને વ્હોટસએપ પર તમારું નામ અને ઈ-મેઈલ લખીને મોકલો અને તમને મનગમતી વાંચન સામગ્રી મેળવો .]