નવી દિલ્હીઃ ડિજીટલ પેમેન્ટને પ્રોત્સાહન આપવા રિઝર્વ બેન્ક ઓફ ઈન્ડિયા(RBI)એ નંદન નિલેકણીની અધ્યક્ષતામાં એક ઉચ્ચ સ્તરી. સમિતિની રચના કરી છે. આ 5 સભ્યોની હાઈ-લેવલ કમિટીના ચેરમેન તરીકે યુનિક આઈડેન્ટીફીકેશન ઓથોરીટી ઓફ ઈન્ડિયાના પૂર્વ ચીફ નંદન નિલેકણીની નિમણૂંક કરવામાં આવી છે.
આ કમિટીનો ઉદ્દેશ ડિજિટલ પેમેન્ટને મજબૂત બનાવવા અને સુરક્ષાને લઈને ઉપાયો સૂચવવાનો છે. આરબીઆઈએ જણાવ્યું હતું કે કમિટીએ તેનો રિપોર્ટ તેની પ્રથમ મિટિંગના 90 દિવસની અંદર આપવાનો રહેશે. આ કમિટીના અન્ય ચાર સભ્યોમાં આરબીઆઈના પૂર્વ ડેપ્યુટી ગવર્નર એચ આર ખાન, વિજયા બેન્કના પૂર્વ મેનેજિંગ ડાયરેક્ટર એન્ડ ચીફ એક્ઝિક્યુટીવ, મિનિસ્ટ્રી ઓફ ઈન્ફોર્મેશન ટેકનોલોજી એન્ડ સ્ટીલના સેક્રેટરી અરૂણ શર્મા અને આઈઆઈએમના ચીફ ઈનોવેશન ઓફિસર સંજય જૈનનો સમાવેશ થાય છે.
આ કમિટી દેશના હાલના ડિજિટલાઈઝ પેમેન્ટની ચકાસણી કરશે. અને તેને વધારવા માટે શું કરી શકાય તેના સૂચનો કરશે. સાથે કમિટી ડિજિટલ પેમેન્ટમાં સુરક્ષા સંબંધીત સૂચનો પણ આપશે. આ જાહેરાત બાદ નિલેકણીએ એક ટ્વિટ કરીને કહ્યું કે, આરબીઆઈ અને ભારત તેમજ ભારતીયો માટે ડિજિટલ પેમેન્ટ રિફ્રેક્શન કરનારી સમિતિની સાથે કામ કરવા માટે ઉત્સાહિત છું.