ઈલેકટ્રિક વ્હીકલ ખરીદો તો કદાચ આટલાં ટેક્સ નહીં આપવા પડે…

નવી દિલ્હીઃ ઈલેકટ્રિક વ્હીકલ નિર્માતા કંપનીઓ અને આ વાહનોને ખરીદનારા લોકોને સરકાર તરફથી ભેટ મળવા જઈ રહી છે. સરકાર દ્વારા બનાવવામાં આવેલી એક પેનલે દેશમાં ઈ-મોબિલિટીને વેગ આપવા માટે ઘણા પ્રસ્તાવો મૂક્યા છે. આમાં આ વાહનો પર કસ્ટમ ડ્યૂટી અને જીએસટી ઘટાડવાનો પ્રસ્તાવ સમાવિષ્ટ છે જેનાથી મેન્યૂફેક્ચરર્સ  વધારેમાં વધારે ઉત્પાદન કરે.

હકીકતમાં સરકારે આવતા પાંચ વર્ષમાં ઈલેકટ્રિક વ્હીકલ્સને રોડ પર ચાલનારા કુલ વાહનોના 15 ટકા સુધી પહોંચાડવાનું લક્ષ્ય રાખ્યું છે. નીતિ આયોગ ઈ-વ્હીકલ્સ મેન્યૂફેક્ચરર્સને ઈન્સેન્ટિવ આપવાની તૈયારીમાં નોડલ એજન્સી કામ કરી રહી છે. પેનલ દ્વારા પ્રસ્તાવિત ઈન્સેન્ટિવમાં ઈ-વ્હીકલ્સ ખરીદનારાઓને રોડ ટેક્સ તેમજ ટોલ ટેક્સમાં છૂટ આપવાની વાત છે. આ પ્રસ્તાવો પર વડાપ્રધાન કાર્યાલય અંતિમ નિર્ણય લેશે પછી નાણા મંત્રાલય પાસે મોકલવામાં આવશે.

ટોટલ મોબિલીટીના મુદ્દા પર ગત મહીને થયેલી કમીટી ઓફ સેક્રેટરી મીટિંગમાં આ પ્રસ્તાવોની બ્લૂપ્રિન્ટ આશરે બે ઈર્જન બ્યૂરોક્રેટ્સે તૈયાર કરી હતી. વડાપ્રધાન મોદી સાથે આ પેનલની આગામી મોટી બેઠકમાં આ તમામ પ્રસ્તાવો પર નિર્ણય લેવામાં આવશે. નિર્ણય થતા જ રેવન્યુ વિભાગ, હેવી ઈન્ડસ્ટ્રી વિભાગ અને ટ્રાંસપોર્ટ અને હાઈવે મંત્રાલયથી આ મામલે જરુરી બદલાવ કરવા માટે કહેવામાં આવશે.

આ સમયે દેશના ત્રણ મોટા લક્ષ્યોમાં વ્હીકલ્સ મોટું યોગદાન કરી શકે છે. કાર્બન એનીશન ઓછું કરવું, નવી નોકરીઓનું સર્જન કરવું અને ક્રૂડ ઓઈલનો ઉપયોગ ઓછો કરવો. આ ત્રણેય લક્ષ્યોને પૂરા કરવામાં ઈલેકટ્રિક વ્હીકલ્સ મદદ કરી શકે છે. આના માટે મજબૂત અને સસ્તી ઈલેકટ્રિક મોબિલિટી ઈકોસિસ્ટમ તૈયાર કરવી પડશે જેમાં ઈ-વ્હીકલ્સનું પ્રોડક્શન ફેસિલિટી વધારવા અને ચાર્જિગ પોઈન્ટનું મોટું નેટવર્ક તૈયાર કરવાનું રહેશે. અનઔપચારિક રુપથી દેશે 2030 સુધી નવા વાહનો તરીકે રોડ પર માત્ર ઈ-વાઈન ઉતારવાનું લક્ષ્ય રાખ્યું છે.