IMF ના નવા પ્રમુખ બની શકે છે રઘુરામ રાજન, બ્રિટિશ વિદેશમંત્રાલયે કરી માગણી

નવી દિલ્હીઃ ભારતીય રિઝર્વ બેંકના પૂર્વ ગવર્નર રઘુરામ રાજન આંતરરાષ્ટ્રીય મુદ્રા કોષના નવા મેનેજિંગ ડાયરેક્ટર બની શકે છે. બ્રિટિશ મીડિયા અનુસાર તેમનું નામ આ પદ માટે દોડમાં સૌથી વધારે આગળ ચાલી રહ્યું છે. બ્રિટનના વિદેશ મંત્રાલયથી એ માગ કરવામાં આવી રહી છે કે આ પદ પર આ વખતે કોઈ ભારતીયનું સમર્થન કરો, બાદમાં રાજનની સંભાવના ખૂબ મજબૂત બની ગઈ છે.

આઈએમએફના એમડી પદની દોડમાં રાજન સિવાય બેંક ઓફ ઈંગ્લેન્ડના પૂર્વ ગવર્નર માર્ક કાર્ની, ડેવિડ કૈમરુન સરકારમાં ચાન્સેલર રહી ચૂકેલા જ્યોર્જ ઓસબોર્ન અને નેધરલેન્ડના પૂર્વ નાણા પ્રધાન જેરોઈન ડિજસ્સેલબ્લોએમનું નામ પણ ચાલી રહ્યું છે. ઉલ્લેખનીય છે કે આંતરરાષ્ટ્રીય મુદ્રા કોષની નિવર્તમાન એમડી ક્રિસ્ટીન લેગાર્ડે ગત સપ્તાહે રાજીનામું આપી દીધું છે. તેમનું રાજીનામું 12 સપ્ટેમ્બરના રોજ પ્રભાવી થશે. પ્રાપ્ત વિગતો અનુસાર ક્રિસ્ટીન લેગાર્ડ યૂરોપીય સેન્ટ્રલ બેંકના પ્રેસીડેન્ટ બનવા જઈ રહ્યા છે. આ પહેલા એ વાતની પણ ખૂબ ચર્ચા હતા કે રઘુરામ રાજનને બેંક ઓફ ઈંગ્લેન્ડના ગવર્નર બનાવવામાં આવી શકે છે. જો કે રાજને આનાથી ઈનકાર કરતા કહ્યું કે તેમણે આ પદ માટે આવેદન કર્યું જ નહોતું.

આ માંગ વધતી જઈ રહી છે કે આ વખતે IMF ના પ્રમુખ યૂરોપ અને અમેરિકાથી બહાર કોઈ વ્યક્તિને બનાવવામાં આવે. બ્રિટનના વિદેશી મામલાઓની સમિતિના ચેરમેન ટિમ ટુગેનઢતે વિદેશ પ્રધાન જેરેમી હંટને એક લેટર લખીને આ માંગ કરી છે અને ત્યાંના એક સમાચારપત્ર અનુસાર 53 વર્ષીય રાજન સૌથી મજબૂત દાવેદાર રહ્યા છે.

વિશેષજ્ઞો અનુસાર આ બિલકુલ યોગ્ય સમય છે કે આ પદ કોઈ ઉભરતા બજાર વાળા કેન્ડિડેટને મળે. ભારતના કેન્દ્રીય બેંકના પૂર્વ ગવર્નર રઘુરામ રાજન આના માટે ઉપયુક્ત છે, કારણ કે કે તેઓ આના પૂર્વ અર્થશાસ્ત્રી રહી ચૂક્યા છે. રાજન અત્યારે શિકાગો યુનિવર્સિટીમાં પ્રોફેસર છે.

રઘુરામ ગોવિંદ રાજન ભારતીય રિઝર્વ બેંકના 23મા ગવર્નર હતા. તેમનો જન્મ 3 ફેબ્રુઆરી 1963 ના રોજ ભોપાલમાં થયો હતો. 4 સપ્ટેમ્બર 2013ના રોજ ડી.સુબ્બારાવના રિટાયર થયા બાદ તેમણે આ પદભાર ગ્રહણ કર્યો અને સપ્ટેમ્બર 2016 સુધી તેઓ આ પદ પર રહ્યા હતા.