નવી દિલ્હી – જે લોકો 80 અને 90ના દાયકામાં ભારતમાં મોટા થયાં છે તેમના માટે આ ચેલેન્જ શાનદાર રહેશે. જે તસવીર સોશિઅલ મીડિયા પર વાયરલ થઈ રહી છે તેમાં ભારતની આઈકોનિક એડવર્ટાઈઝમેન્ટ (જાહેરાતો) છાપવામાં આવી છે. લોકો તસવીરને ઝૂમ કરીકરીને તેમાંથી એડ શોધી રહ્યાં છે.
આ તસવીરમાં અમૂલ ગર્લથી લઈને જલેબી બોય સુધીની જાહેરાતો છે. ભારતીયોને આ તસવીરમાં કેટલાક એવા ચહેરાઓ નજરે જોવા મળી રહ્યાં છે જે તેઓ બાળપણથી જોતાં આવ્યાં છે. આ પેઇન્ટિંગમાં કેટલાક દ્રશ્ય અને કેરેક્ટર દેખાઈ રહ્યાં છે. આ પેઇન્ટિંગમાં કુલ 40 ભારતીય જાહેરાતો છે.
આ તસવીર ટ્વીટર પર વાયરલ થઈ છે. અનેક યૂઝર્સે આ તસવીરને શેર કરી છે. આ તસવીરને હજારો લાઈક મળી ચૂકી છે. તો કેટલાક ટ્વીટર યૂઝર્સોએ તો તમામ 40 એડ શોધી પણ કાઢી છે. જો તમે પણ એડ શોધી લીધી હોય અને સાચી ઓળખી છે તો તમે આ ટ્વીટ્સ પર ચેક કરી શકો છો.
કેટલીક માઈક્રોબ્લોગિંગ વેબસાઈટોએ તમામ જાહેરાતોને શોધી લીધી છે. અને આર્ટિસ્ટની જોરદાર વખાણ કર્યાં છે. એક યુઝરે તમામ 40 જાહેરાતનો રિવીલ કરી દીધી અને આર્ટિસ્ટને ક્રેડિટ આપી.