જાણો, કેમ રિલાયન્સ પ્લાસ્ટિકની વેસ્ટ બોટલ્સ ભેગી કરે છે?

મુંબઈ:  રિલાયન્સ ફાઉન્ડેશને જાહેરાત કરી કે, ‘રિસાઇકલ 4 લાઇફ’ ઝૂંબેશ દ્વારા સ્વયંસેવકોએ રિસાઇકલિંગ માટે 78 ટન પ્લાસ્ટિકની વેસ્ટ બોટલ્સ એકત્ર કરી છે. આ રેકોર્ડ કલેક્શન ઝૂંબેશ ત્રણ લાખ કર્મચારીઓ, એમનાં પરિવારજનો તથા આરઆઇએલનાં પાર્ટનર્સ દ્વારા તેમજ ભારતભરમાં કેટલાંક સ્થળોમાં જિયો અને રિલાયન્સ રિટેલ જેવા એના આનુષંગિક વ્યવસાયોનાં સાથસહકાર સાથે થયું હતું.

કંપનીએ ઓક્ટોબરમાં ‘રિસાઇકલ 4 લાઇફ’ નામની વિસ્તૃત ઝૂંબેશ શરુ કરી હતી, જેણે પોતાની કામગીરીની આસપાસનાં વિસ્તારોમાં વેસ્ટ પ્લાસ્ટિકની બોટલો એકત્ર કરવા અને રિસાઇકલિંગ માટે પોતાની ઓફિસોમાં લાવવા પ્રોત્સાહન આપ્યું હતું.

રિલાયન્સ ફાઉન્ડેશનનાં સ્થાપક અને ચેરપર્સન નીતા અંબાણીએ કહ્યું હતું કે “રિલાયન્સ ફાઉન્ડેશનમાં અમે માનીએ છીએ કે, આપણાં પર્યાવરણનું જતન કરવું સૌથી વધુ મહત્ત્વપૂર્ણ છે. રિલાયન્સ ફાઉન્ડેશનનું  સ્વચ્છતા હી સેવા ઝૂંબેશ પ્રોત્સાહન, પ્રેક્ટિસ અને પ્રસાર પર નિર્મિત છે, જે અમે રિસાઇકલ 4 લાઇફ ઝૂંબેશ રિસાઇકલિંગનાં મહત્ત્વની જાગૃતિ લાવવા માટે શરૂ કરી છે. રિલાયન્સનાં હજારો કર્મચારીઓ અને તેમનાં પરિવારજનો ભારતમાં તમામ વિસ્તારોમાં છે, જેઓ આ ઝૂંબેશમાં રિસાઇકલ પ્લાસ્ટિકનાં કચરાને એકત્ર સામેલ થયા હતાં અને રેકોર્ડ કર્યો હતો. આપણે આપણી ભવિષ્યની પેઢીઓ માટે ઉજ્જવળ, શ્રેષ્ઠ, સ્વચ્છ અને પર્યાવરણને અનુકૂળ ઝૂંબેશ માટે કટિબદ્ધ છીએ.”

ગયા વર્ષે રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝનાં કર્મચારીઓ મીઠી નદી અને મુંબઈમાં વર્સોવા બીચની સાફસફાઈમાં સહભાગી થયા હતાં. મહાત્મા ગાંધીની 150મી જન્મજયંતિની ઉજવણી કરવા દેશભરમાં જિયોની ટીમ 800થી વધારે રેલવે સ્ટેશનો પર સફાઈ ઝૂંબેશ કરવા એકમંચ પર આવી હતી. રિલાયન્સ ફાઉન્ડેશન હોસ્પિટલનાં ડૉક્ટરો અને નર્સો સાફસફાઈ ઝૂંબેશ અને તેમની આસપાસનાં વિસ્તારોમાં વસતા સમુદાયોની જાગૃતિ માટે કામગીરી કરે છે. ગ્રામીણ સમુદાય સાથે જોડાણ કરીને રિલાયન્સ ફાઉન્ડેશને ભારતનાં વિવિધ વિસ્તારોમાં કેટલાંક ગામડાઓમાં સાફસફાઈ અને રિસાઇકલિંગ એક્ટિવિટીને સાથસહકાર પણ આપ્યો છે.

રિસાઇકલ4લાઇફ ઝૂંબેશનાં ભાગરૂપે એકત્ર કરવામાં આવતી વેસ્ટ પ્લાસ્ટિક બોટલ્સનું રિસાઇકલિંગ આરઆઇએલનાં રિસાઇકલિંગ યુનિટમાંનાં એક યુનિટમાં મૂલ્ય સંવર્ધનમાં પર્યાવરણને અનુકૂળ રીતે ઉત્પાદનની પ્રક્રિયા દ્વારા કરવામાં આવશે. છેલ્લાં બે દાયકાથી વધારે સમયથી આરઆઇએલ પોસ્ટકન્ઝ્યુમર (ઉપયોગ થયેલી) વેસ્ટ પીઇટી બોટલ્સનું રિસાઇકલિંગ કરે છે. આ પર્યાવરણને અનુકૂળ કામગીરી અને સતત ચક્રનું શ્રેષ્ઠ ઉદાહરણ છે. કંપની દુનિયામાં એકમાત્ર છે, જેણે બોટલો બનાવવા માટે પીઇટી રેસિનનું સર્જન કરવું, ફેંકેલી પીઇટી બોટલ્સમાંથી ચક્ર પૂર્ણ કરે છે, પછી તેમને ડાઉનસ્ટ્રીમ ટેક્સટાઇલ વેલ્યુ ચેઇન દ્વારા ઉપયોગ માટે પર્યાવરણને અનુકૂળ પોલીસ્ટર ફાઇબર રેક્રોન® ગ્રીન ગોલ્ડમાં પરિવર્તિત કરે છે, જે ફાઇબરને ઉચ્ચ મૂલ્ય સ્લીપ પ્રોડક્ટ અને R|Elan™ ફેબ્રિક 2.0 આધારિત ફેશન એપેરલમાં પરિવર્તિત કરે છે.

આરઆઇએલ ભારતમાં ઉપયોગ થતી પીઇટી બોટલ્સ રિસાઇકલ કરનાર સૌથી મોટી કંપનીમાંની એક છે અને એણે R|Elan™ ગ્રીન ગોલ્ડ ફેબ્રિક ટેકનોલોજી વિકસાવી છે, જે દુનિયામાં કાર્બનનું સૌથી ઓછું ઉત્સર્જન કરતી ટેકનોલોજીઓમાંની એક છે. એનો શ્રેય ફાઇબર રિ-એન્જિનિયરિંગમાં વિસ્તૃત સંશોધન અને વિકાસ તથા એની કુશળતાને જાય છે.