મુંબઈ – એનટીપીસી અને મન્નાપુરમ ફાઈનાન્સે એવી જાહેરાત કરી છે કે તેઓ તેમના કમર્શિયલ પેપર્સના ઈશ્યુને દેશના અગ્રણી શેરબજાર બીએસઈના બીએસઈ બોન્ડ પ્લેટફોર્મ પર લિસ્ટ કરશે. એનટીપીસી રૂ.2000 કરોડના અને મન્નાપુરમ ફાઈનાન્સ રૂ.725 કરોડના કમર્શિયલ પેપર્સના ઈશ્યુને 18 ડિસેમ્બર, 2019થી લિસ્ટ કરશે.
અત્યાર સુધીમાં 13 ઈશ્યુઅરોના રૂ.16,945 કરોડના કમર્શિયલ પેપર્સના 27 ઈશ્યુઓ લિસ્ટ કરવામાં આવ્યા છે. આ ઈશ્યુઝની સરેરાશ 101 દિવસની મુદત પરનું વેઈટેડ એવરેજ યીલ્ડ 5.26 ટકા રહ્યું છે.
બીએસઈ દેશની કંપનીઓને મૂડી એકત્ર કરવામાં સહાય કરી રહ્યું છે. બીએસઈ બોન્ડ પ્લેટફોર્મ જુલાઈ 2016માં લોન્ચ કરવામાં આવ્યું ત્યારથી તેણે અત્યાર સુધીમાં રૂ. 9,18,412 કરોડનું ભંડોળ (129 અબજ ડોલર) એકત્ર કર્યું છે. નાણાકીય વર્ષ 2019-20માં (13 ડિસેમ્બર, 2019) સુધીમાં બીએસઈએ સફળતાપૂર્વક 2,11,930 ( 29.85 અબજ ડોલર) એકત્ર કરી આશરે 62 ટકા બજાર હિસ્સો પ્રાપ્ત કર્યો છે.