BSE સ્ટાર MF પર ડિસેમ્બરમાં 2.44 કરોડ ટ્રાન્ઝેક્શન્સનો નવો રેકોર્ડ

મુંબઈ: દેશના અગ્રણી મ્યુચ્યુઅલ ફંડ ડિસ્ટ્રિબ્યુશન નેટવર્ક BSE સ્ટાર MF મંચ પર ડિસેમ્બરમાં 2.44 કરોડ ટ્રાન્ઝેક્શન્સનો નવો વિક્રમ સ્થાપિત થયો છે. આ પૂર્વે નવેમ્બર, 2022માં 2.32 કરોડનાં ટ્રાન્ઝેક્શન્સ થયાં હતાં. ડિસેમ્બરમાં એક જ દિવસમાં સૌથી વધુ ટ્રાન્ઝેક્શન્સનો પણ નવો રેકોર્ડ બન્યો છે. 12 ડિસેમ્બરે 37.75 લાખ ટ્રાન્ઝેક્શન્સ થયાં હતાં. આ પૂર્વે સિંગલ દિવસમાં સૌથી વધુ ટ્રાન્ઝેક્શન્સનો વિક્રમ 34.29 લાખ ટ્રાન્ઝેક્શન્સનો હતો, જે 10મી ઓક્ટોબરે થયો હતો.

નાણાકીય વર્ષ 2022-23ના પ્રથમ નવ મહિનામાં (એપ્રિલથી ડિસેમ્બર) ટ્રાન્ઝેક્શન્સની સંખ્યા આગલા વર્ષના સમાન ગાળાના 18.47 કરોડથી વધીને 18.72 કરોડ થઈ છે, જે 101 ટકાની વૃદ્ધિ દર્શાવે છે. ડિસેમ્બર, 2022માં ટ્રાન્ઝેક્શન્સની સંખ્યા નવેમ્બર, 2022ના 2.32 કરોડની તુલનાએ પાંચ ટકા વધીને 2.44 કરોડ ટ્રાન્ઝેક્શન્સ થઈ છે. જ્યારે ડિસેમ્બર, 2021ની તુલનાએ 41 ટકાનો વધારો થયો છે.

ડિસેમ્બર, 2022માં નેટ ઈક્વિટી ઇન્ફ્લો નવેમ્બર, 2022ની તુલનાએ 49 ટકા વધીને રૂ. 5515 કરોડ રહ્યો છે. જોકે ડિસેમ્બર, 2021ના રૂ. 6610 કરોડની તુલનાએ નેટ ઈક્વિટી ઇન્ફ્લો ઘટ્યો છે.  ડિસેમ્બરમાં SIPપીની બુક સાઇઝ 11.67 નવાં SIPનાં રજિસ્ટ્રેશન સાથે રૂ. 284.69 કરોડની થઈ છે, જે નવેમ્બરમાં 11.33 લાખ નવાં SIPનાં રજિસ્ટ્રેશન સાથે રૂ. 274 કરોડ રહી હતી.

ડિસેમ્બરમાં BSE સ્ટાર MF પ્લેટફોર્મ પર ટર્નઓવર નવેમ્બર, 2022ના રૂ. 34,352 કરોડથી પાંચ ટકા વધીને રૂ. 36,199 કરોડ થયું છે. જોકે ડિસેમ્બર, 2021માં રૂ.39,438 કરોડનું ટર્નઓવર થયું હતું.