નવી દિલ્હીઃ ઓગસ્ટ મહfનાની શરુઆત થઈ ચૂકી છે. આ મહિનામાં રક્ષાબંધન અને જન્માષ્ટમી સહિત ઘણાં એવા તહેવાર છે કે જ્યારે બેંકોમાં રજા રહેશે. ત્યારે એ જરુરી છે કે તમે બેંકિંગ સાથે જોડાયેલા કામ કરાવતાં પહેલાં રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયાનું હોલીડે લિસ્ટ ચેક કરી લો. તો આવો જોઈએ કે કયા રાજ્યમાં કેટલા દિવસ અને કઈ બેંક બંધ રહેશે.
આમ તો દરેક રાજ્યના હિસાબથી બેંકોમાં રજા રહે છે પરંતુ આ મહિનાના આશરે 8 દિવસ એવા છે કે જ્યારે દેશની મોટાભાગની બેંકો એકસાથે બંધ રહશે. ઉદાહરણ માટે… 15 ઓગસ્ટના રોજ ગુરુવાર છે પરંતુ આ દિવસે સ્વતંત્રતા દિવસના કારણે દેશની મોટાભાગની બેંકો બંધ રહેશે. આ જ પ્રકારે 12 ઓગસ્ટના રોજ એટલે કે સોમવારે બકરી ઈદની રજા છે.
આપને જણાવી દઈએ કે 4,11,18 અને 25 ઓગસ્ટના રોજ રવિવાર છે, ત્યારે આવામાં આ ચાર રવિવારના રોજ હંમેશાની જેમ બેંકો બંધ રહેશે. આ સિવાય 10 અને 24 ઓગસ્ટના રોજ મહિનાનો બીજો અને ચોથો શનિવાર છે. આ બે દિવસ પણ બેંકો બંધ રહે છે.
જો રાજ્યોના હિસાબથી આ 8 દિવસ સિવાય રજાઓની વાત કરીએ તો મુંબઈમાં 17 ઓગસ્ટના રોજ બેંક બંધ રહેશે. હકીકતમાં આ દિવસે પારસી ન્યૂ યર છે, આ જ કારણે બેંકોમાં કામકાજ બંધ રહેશે.
આ જ પ્રકારે 20 ઓગસ્ટના રોજ મંગળવારે શ્રી શ્રી માધવ દેવ તિથિના કારણે અસમમાં બેંકો બંધ રહેશે. તો 3 ઓગસ્ટના રોજ હરિયાળી તીજ મનાવવામાં આવશે. આ તહેવાર મુખ્યત્વે પંજાબ, હરિયાણા, ચંદીગઢમાં મનાવવામાં આવે છે. ત્યારે આ દિવસે બેંક બંધ રહેશે.