ટ્રમ્પનો ચીનને જોરદાર ઝટકો, 1લી સપ્ટેમ્બરથી 10 ટકા ટેરિફ વધાર્યો

વોશિંગ્ટનઃ અમેરિકી રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે ચીનને ફરીએકવાર મોટો ઝટકો આપ્યો છે. ટ્રમ્પે ચીનથી વસ્તુઓની આયાત પર નવા ટેરિફ લગાવવાની જાહેરાત કરી છે, જે 1 સપ્ટેમ્બરથી પ્રભાવી થશે. ટ્રમ્પે ટ્વીટ કરીને કહ્યું કે અમારા પ્રતિનિધિ હમણા જ ચીનથી આવ્યા છે, જ્યાં તેમણે એક ભવિષ્યના વ્યાપાર સોદાના સંબંધમાં રચનાત્મક વાર્તા કરી હતી. અમે વિચાર્યું હતું કે અમે ત્રણ મહીના પહેલા ચીન સાથે સોદો કરી લીધો, પરંતુ દુઃખની વાત છે કે ચીને હસ્તાક્ષર કરતા પહેલા સોદા પર ફરીથી વાતચીત કરવાનો નિર્ણય કર્યો.રાષ્ટ્રપ્રમુખે લખ્યું કે વ્યાપાર વાર્તા ચાલુ છે અને વાર્તા દરમિયાન અમેરિરા 1 સપ્ટેમ્બરના રોજ વધારે 300 અબજના માલ અને ઉત્પાદનો પર 10 ટકાનો વધારે શુલ્ક ચીનથી આવનારી વસ્તુઓ પર લગાવશે. પ્રાપ્ત વિગતો અનુસાર અમેરિકી વ્યાપાર પ્રતિનિધિ રોબર્ટ લાઈટહાઈઝર અને ટ્રેઝરી સેક્રેટરી સ્ટીવન મનુચીનના નેતૃત્વમાં એક ટીમે શાંઘાઈમાં મંગળવાર અને બુધવારના રોજ એક ઉચ્ચ સ્તરીય ચીની પ્રતિનિધિ મંડળ સાથે વાત કરી હતી.

વ્હાઈટ હાઉસે એક નિવેદનમાં કહ્યું કે બંન્ને પક્ષોએ ફોર્સ્ડ ટેક્નોલોજી ટ્રાંસફર, બૌદ્ધિક સંપદા અધિકારો, સેવાઓ, નોન-ટેરિફ સંબંધિત બાધાઓ અને કૃષિ જેવા વિષયો પર ચર્ચા કરી. વ્હાઈટ હાઉસે આગળ કહ્યું કે વ્યાપાર વાર્તાના નવીનતમ દોરમાં સમજૂતી નથી થઈ, પરંતુ વાર્તા સકારાત્મક રહી.