નવી દિલ્હી– મોબાઈલ ફોનના નંબરની જેમ હવે આપ આપની કારનો રજિસ્ટ્રેશન નંબર પણ બદલ્યાં વગર પોર્ટ કરી શકશો. દિલ્હી, ચંદીગઢ અને મહારાષ્ટ્રની જેમ જ ઉત્તરપ્રદેશના ટ્રાન્સપોર્ટ વિભાગે રજિસ્ટ્રેશન નંબરને પોર્ટ કરવાની મંજૂરી આપી દીધી છે. આ નિયમ અનુસાર હવે આપ તમારી જૂની કારના રજિસ્ટ્રેશન નંબરને બીજી કાર માટે પોર્ટ કરી શકશો.જો આપે આપની કાર વેચી દીધી હોય તો તે કારનો નંબર પોર્ટ કરીને બીજી કાર માટે તમે તે નંબર લઈ શકો છો. જાણકારી મળ્યા મુજબ આ નવો નિયમ લાગુ કરવા માટેની કવાયત વિભાગ દ્વારા કરવામાં આવી રહી છે. તેની એવી રીતે લાગુ કરાશે જેમ મોબાઈલ નંબર પોર્ટ કરવા માટે ટેલીકોમ વિભાગે કર્યું હતું.એક વાર જ્યારે આ નિયમ લાગુ થઈ જશે ત્યારે તમે નવા વાહનમાં જૂના વાહનનો નંબર રજિસ્ટર કરાવી શકશો. જે પહેલાથી તમારા નામે છે. તે વ્યક્તિએ જૂના વાહનને બીજાને વેચી નાંખ્યું હોય તો પણ. આ વાત એટલા માટે ખાસ છે કે વાહન રજિસ્ટર સંખ્યા પોર્ટિબિલિટી તમામ પ્રકારના વાહનોમાં ઉપલબ્ધ રહશે. અને તે એક શ્રેણીથી બીજી શ્રેણીમાં પણ ટ્રાન્સફર કરાવી શકાશે.