મુંબઈ તા. 22 માર્ચ, 2023ઃ બીએસઈ એસએમઈ પર 427મી કંપની તરીકે લેબલ ક્રાફ્ટ ટેક્નોલોજીસ લિમિટેડ લિસ્ટ થઈ છે. કંપનીનો પબ્લિક ઈશ્યુ 15 માર્ચ, 2023ના રોજ સંપન્ન થયો હતો. કંપનીએ રૂ.10ની મૂળ કિંમતના 8,64,000 ઈક્વિટી શેર્સ, શેરદીઠ રૂ.55ની કિંમતે ઈશ્યુ કર્યા હતા.
લેબલક્રાફ્ટ ટેક્નોલોજીસ લિમિટેડ બેંગલુરુમાં રજિસ્ટર્ડ છે. કંપની બારકોડ સોલ્યુશન્સ પૂરાં પાડે છે. કંપની વિભિન્ન ઉદ્યોગો જેવા કે એફએમસીજી, લોજિસ્ટિક્સ સર્વિસ પ્રોવાઈડર્સ, કેમિકલ્સ, ગારમેન્ટ્સ વગેરેને સર્વિસીસ પૂરી પાડે છે.