JSW સ્ટીલ, IOC, સ્ટાન્ડર્ડ ચાર્ટર્ડ ઇન્વેસ્ટમેન્ટ્સ એન્ડ લોન્સ (ઇન્ડિયા) BSE પર કમર્શિયલ પેપર લિસ્ટ કરશે

10 ઈશ્યુઅરોના રૂ.10,145 કરોડના કમર્શિયલ પેપરના 17 ઈશ્યુ
બોમ્બે સ્ટોક એક્સચેંજ પર લિસ્ટ થયા

મુંબઈ – જેએસડબલ્યુ સ્ટીલ રૂ.300 કરોડ, ઇન્ડિયન ઓઇલ કોર્પોરેશન રૂ.300 કરોડ અને સ્ટાન્ડર્ડ ચાર્ટર્ડ ઇન્વેસ્ટમેન્ટ્સ એન્ડ લોન્સ (ઇન્ડિયા)એ રૂ.275 કરોડના તેમના કમર્શિયલ પેપર્સના ઈશ્યુને બીએસઈ પર 16 ડિસેમ્બર, 2019થી લિસ્ટ કરશે.

અત્યાર સુધીમાં 10 ઈશ્યુઅરોના રૂ.10,145 કરોડના કમર્શિયલ પેપરના 17 ઈશ્યુ બીએસઈ પર લિસ્ટ થયા છે.

બીએસઈ દેશની કંપનીઓને મૂડીસર્જનમાં સહાય કરી રહ્યું છે. બીએસઈ બોન્ડ પ્લેટફોર્મની જુલાઈ 2016માં શરૂઆત કરવામાં આવી હતી અને તેના પર અત્યાર સુધીમાં રૂ.9,18,362 કરોડનું ભંડોળ એકત્ર કરવામાં આવ્યું છે. નાણાકીય વર્ષ 2019-20 (10 ડિસેમ્બર, 2019 સુધી)માં બીએસઈના આ પ્લેટફોર્મ સફળતાપૂર્વક રૂ. 2,11,880 કરોડ એકત્ર કરવામાં આવ્યા છે, જે 60 ટકા બજાર હિસ્સો દર્શાવે છે.