નવી દિલ્હીઃ ટ્રેનની ટીકિટ બુક કરવી એ સરળ કાર્ય નથી. ખાસ કરીને એવા સમયે જ્યારે તહેવારો ચાલતાં હોય અથવા તત્કાલ ટિકિટ બુક કરાવી રહ્યાં હોવ. તમે જોયું જ હશે કે આ બંને પરિસ્થિતિમાં, ટિકિટ બુક કરતી વખતે ઘણો સમય લાગે છે અને ઘણી વખત પૈસા કપાયાં બાદ પણ ટિકિટ બુક થતી નથી. જો કે, પૈસા તમારા ખાતામાં પરત કરવામાં આવે છે. પરંતુ તમારે કન્ફર્મ ટિકિટ મેળવવી હોય તો જાણો કેવી રીતે સરળતાથી અને ઝડપથી ટિકિટ બુક કરવી.
પેમેન્ટ વોલેટની મદદથી, વપરાશકર્તાઓ ટ્રેનની ટિકિટ બુક કરી શકે છે, ઓનલાઇન ખરીદી કરી શકે છે અને મિત્રો અને પરિવારના સભ્યોને પૈસા મોકલી શકે છે. IMudra દ્વારા તમે ઓટીપી સુવિધા સાથે ઝડપથી ટિકિટ બુક કરાવી શકો છો. આ સુવિધાની મદદથી, તમે ફક્ત 4 સ્ટેપમાં જ ટિકિટ બુકિંગ સરળ બનાવી શકો છો.
સૌપહેલા irctc.co.in પર જાઓ
પેમેન્ટ ચૂકવણી વિકલ્પમાં ipayનો વિકલ્પ પસંદ કરો
આઈઆરસીટીસી IMudra પસંદ કરો અને ફોન નંબર દાખલ કરો
IMudra અને એપ્લિકેશન દ્વારા ઓટીપી દાખલ કરીને બૂકિંગ કન્ફર્મ કરો
IMudra ડિજિટલ વોલેટ વર્ચુઅલ અને ફિઝિકલ કાર્ડ્સમાં ઉપલબ્ધ છે. આ દ્વારા તમે ઓનલાઇન અથવા ઓફલાઇન ખરીદી કરી શકો છો. IMudra વોલેટમાં સાઇન-અપ કરવા માટે, તમારે આઈઆરસીટીસી IMudra વેબસાઇટ પર જવું પડશે અને સાઇન-અપમાં ક્લિક કરવું પડશે. આ પછી, વિગતો તેમાં ભરવાની રહેશે. તમારા મોબાઇલ નંબરની ચકાસણી માટે ઓટીપી તમારી પાસે આવશે.
એકવાર રજિસ્ટર થયાં પછી, વર્ચુઅલ કાર્ડ અને ફિઝિકલ કાર્ડ મળે છે. નોંધાયેલ વપરાશકર્તાને વર્ચુઅલ કાર્ડ અને ફિઝિકલ કાર્ડ મળી શકે છે. વર્ચુઅલ કાર્ડ માટે 10 રૂપિયા અને ફિઝિકલ કાર્ડ માટે 200 રૂપિયા ચૂકવવાના હોય છે. કાર્ડ સક્રિય કરવા પર કોઈ ફી લેવામાં આવતી નથી. ન્યૂનતમ કેવાયસી તપાસી લેવાયેલા યુઝર્સ માટે માસિક વોલેટ મર્યાદા 10,000 રૂપિયા છે. જ્યારે સંપૂર્ણ કેવાયસી ચકાસેલા યુઝર્સ માટે 1,00,000 રૂપિયાની મર્યાદા છે.