નવી દિલ્હી- ભારતે અમેરિકાના ઉત્પાદન પર એડિશનલ કસ્ટમ ડ્યૂટી લગાડવાનો નિર્ણય કર્યો છે. આ યાદીમાં ભારતે 29 ઉત્પાદનોને સમાવેશ કર્યો હતો. જેમાં કેટલીક ખાદ્ય સામગ્રી પણ સામેલ છે. આ યાદીમાં બદામ, અખરોટ તથા કઠોળનો સમાવેશ કરવામાં આવ્યો છે. આ તમામ ઉત્પાદનો પર આગામી 16 જૂનથી એડિશનલ કસ્ટમ ડ્યૂટી લાગુ થશે.
સૂત્રોના જણાવ્યા અનુસાર અનેક વખત સમયગાળો વધાર્યા બાદ અંતે ભારતે 29 અમેરિકી ઉત્પાદનો પર વધારાનો સીમા શુલ્ક લગાડવાનું નક્કી કર્યું છે. આગામી 16 જૂનથી જ આ નિયમ લાગુ પાડવામાં આવશે. આ સંબંધિત સૂચના નાણામંત્રાલય દ્વારા આગામી સમયમાં જાહેર કરવામાં આવશે.
તો બીજી ભારતના આ પગલાથી 29 વસ્તુઓના ભાવ વધતા અમેરિકન નિકાસકારોને નુકસાન થશે કારણ કે, હવેથી તેમણે આ ઉત્પાદનો પર વધારાનો ચાર્જ ચૂકવવો પડશે. આ તરફ ભારતને લગભગ 217 મિલિયન અમેરિકન ડોલરનો વધારોનો નફો થશે.
ઉલ્લેખનીય છે કે, અમેરિકાએ ગત વર્ષે માર્ચમાં સ્ટીલ પર 25 ટકા જેટલો એલ્યુમિનિયમ ઉત્પાદકો પર 10 ટકા આયાતી શુલ્ક લગાડ્યો હતો. અમેરિકાના આ નિર્ણયથી ભારતના અર્થતંત્ર પર મોટી અસર પડી હતી જેના જવાબરૂપે ભારતે 29 ચીજ વસ્તુઓ પર એડિશનલ ટેક્સ વસૂલવાનું નક્કી કર્યું છે.