પ્રાઈવેટ નોકરી કરતાં લોકો માટે સરકારી નોકરીઓમાં ભરતી શરુ!

નવી દિલ્હી- ખાનગી સેક્ટરમાં કામ કરતા લોકોને નજીકના સમયમાં જ સરાકરી નોકરી મળવાની શરુ થશે. કૃષી, સ્વાસ્થ્ય, એનર્જી સેક્ટરમાં આ પ્રકારની ભરતીઓની તૈયારી શરુ થઈ ગઈ છે. સુત્રોના જણાવ્યા અનુસાર આ મામલે પહેલ કરતા નીતિ આયોગે યુવા પ્રોફેશનલ્સની ભરતી બહાર પાડી છે. નીતિ આયોગને 60 ખાલી જગ્યાઓ માટે અંદાજે 7500 અરજીઓ મળી છે. આ પદો પર અરજી કરનારા ઉમેદવારો માટે મહત્તમ ઉંમર મર્યાદા 32 વર્ષ રાખવામાં આવી છે. સાથે જ ઉમેદવાર પાસે 2 વર્ષનો અનુભવ પણ હોવો જરૂરી છે.

આ પદ માટે મેનેજમેન્ટ પ્રોફેશનલ્સ, સીએ, એન્જિનિયર અને એમબીબીએસ ઉમેદવારોએ પણ અરજી કરી છે. આ પહેલા એપ્રિલમાં 9 લોકોની સંયૂક્ત સચિવના પદ પર નિમણુંક કરી હતી. સંયૂક્ત સચિવના પદ પર મોટાભાગે આઈએએસ, આઈપીએસ અથવા તો અન્ય પ્રમુખ સેવાઓના લોકોની નિમણૂંક કરવામાં આવે છે.

સરકારી નોકરી માટે હવે પ્રાઈવેટ સેક્ટરના લોકોની એન્ટ્રી સરળ થઈ ગઈ છે. જેને લઈને મોટા પ્રમાણમાં ભરતીઓ શરુ થવા જઈ રહી છે. વર્તામાન સમયામાં નીતિ આયોગે 60 યંગ પ્રોફેશનલ્સની ભરતી બહાર પાડી છે.

આ ભરતીમાં નીતિ આયોગ દ્વારા પસંદ કરાયેલા ઉમેદવારોને અન્ય મંત્રાલયોમાં પણ રાખવામાં આવી શકે છે. આ માટે માત્ર 2 વર્ષનો અનુભવ અને વધુમાં વધુ 32 વર્ષની ઉંમર મર્યાદા નક્કી કરવામાં આવી છે. કૃષિ, સ્વાસ્થ્ય, ફાઈનાન્સ, એનર્જી સહિત 20 ક્ષેત્રોમાં થશે નિમણૂંક. ફ્લેક્સી પૂલ માટે 54 ખાલી પદોની ટુંક સમયમાં જ ભરતી બહાર પડશે. ડેપ્યૂટી સેક્રેટરી, ડાયરેક્ટર માટે ખાનગી ક્ષેત્રમાંથી ભરતીની તૈયારીઓ શરુ થઈ ગઈ છે. DOPT 400 પદો માટે ભરતીની તૈયારી કરી રહ્યું છે. મહત્વનું છે કે, બે મહિના અગાઉ જોઈન્ટ સેક્રેટરી સ્તર માટે 9 લોકોની ભરતી કરવામાં આવી છે.