નવી દિલ્હી- આઈઆઈટી દિલ્હીના વિદ્યાર્થીઓ અને પ્રોફેસરોની એક ટીમે મળીને ઈનોવેટિવ નૈનોક્લીન એસી ફિલ્ટર બનાવ્યું છે. આ ફિલ્ટર એસીની ઠંડી હવાને સાફ પણ કરી દેશે. ફિલ્ટર એક કલાકમાં 90 ટકા રજકણો અને પ્રદૂષકોને પ્રવેશતા રોકશે. આઈઆઈટીના ભૂતપૂર્વ વિદ્યાર્થી પ્રતિકે જણાવ્યું કે, આ સૌથી ફાયદાકારક નૈનો ક્લીન એસી ફિલ્ટર હોવાની સાથે હવે તે બજારમાં વેચાણ માટે પણ તૈયાર છે.
એક કલાકની અંદર પાર્ટિકુલેટ મેટર 2.5ને રોકવામાં સક્ષમ
આ સાથે જોડાયેલા અન્ય શોધકર્તાઓનો દાવો છે કે, આ અંદાજે 1 કલાકની અંદરમાં પાર્ટિકુલેટ મેટર 2.5ને રોકવામાં સક્ષમ છે સાથે જ આ ફિલ્ટર શ્વાસ સાથે જોડાયેલી બિમારીઓની આશંકાને પણ ઘટાડી દે છે. પ્રતિકે જણાવ્યું કે, આપણે 80 ટકા જેટલો સમય આપણા ઘરની અંદર વિતાવીએ છીએ. જેથી આપણે સૌથી વધુ ખતરો રાતના સમયે ઘરની અંદરમાં અશુદ્ધ હવાનો રહે છે.
આ સ્થિતિને જોતા અમે નૈનોક્લીન એસી ફિલ્ટર બનાવ્યું છે. જે વિન્ડો અને સ્પલિટ એસી બંન્નેમાં ફિટ થઈ શકે છે. આ ફિલ્ટરને લગાવવા માટે એસીની બહારના પ્લાસ્ટિકના ઢાંકણાને દૂર કરીને અંદરની જાળીમાં લગાવવાનું રહેશે. જેથી એસીમાંથી આવતી હવા શુદ્ધ મળશે. આ ફિલ્ટરને કંપનીની વેબસાઈટ nasofilters.com, એમેઝોન અને એપોલો ફાર્મસી સ્ટોર પરથી ખરીદી શકો છો.