નવી દિલ્હીઃ શું તમારું પોસ્ટ ઓફિસ ઇન્ડિયા પેમેન્ટ બેન્કમાં સેવિંગ્સ એકાઉન્ટ છે અને તમે એમાં ઘણા સમયથી લેવડદેવડ નથી કરી રહ્યા? જો આવું હશે તો તમારું ખાતું બંધ થાય એવી શક્યતા છે. પોસ્ટ બેન્ક ખાતાને ચાલુ હાલતમાં રાખવા માટે ત્રણ નાણાકીય વર્ષોમાં કમસે કમ એક લેવડદેવડ (જમા અથવા ઉપાડ) જરૂરી છે. જો કોઈ ગ્રાહક પોતાના અકાઉન્ટમાં નક્કી કરેલી સમયમર્યાદામાં કોઈ લેવડદેવડ ના કરે તો એના અકાઉન્ટ સક્રિય નહીં રહે.
પોસ્ટ ઓફિસમાં રોકાણ કરવાના ગ્રાહકોને ઘણાય લાભ છે. ઇન્ડિયા પેમેન્ટ બેન્કમાં બચત ખાતું ખોલાવવા પર તમારી પાસે બે વિકલ્પ છે. પહેલો વિકલ્પ એ છે કે તમારે ઇન્ડિયા પોસ્ટ પેમેન્ટ્સ બેન્કના એક્સેસ પોઇન્ટ પર જવું પડશે. બીજો વિકલ્પ અકાઉન્ટ ખોલવાની સુવિધા તમારા ઘરે આપવામાં આવે છે.
અન્ય બેન્કોની જેમ ATM કાર્ડ પણ
પોસ્ટ ઓફિસની પેમેન્ટ બેન્કમાં બચત ખાતું ખોલવામાં આવે તો અન્ય બેન્કોની જેમ ATM કાર્ડની પણ સુવિધા આપવામાં આવે છે. જેમાં રોકડ ઉપાડની મર્યાદા, ટ્રાન્ઝેક્શન ચાર્જ પણ નક્કી હોય છે. પોસ્ટ ઓફિસની પેમેન્ટ બેન્કમાં કોઈ પણ ગ્રાહક બચત ખાતા સિવાય કરન્ટ અકાઉન્ટ પણ ખોલાવી શકાય છે.
પોસ્ટ ઓફિસની પેમેન્ટ બેન્કમાં ગ્રાહકોને અલગ-અલગ યોજના ઉપલબ્ધ કરાવવામાં આવે છે, જેમાં ગ્રાહકોને ઇન્ટરનેટ દ્વારા બેલેન્સ તપાસવાની સુવિધા પણ આપવામાં આવે છે. આ ઉપરાંત મિસ્ડ કોલ દ્વારા બેલેન્સ જાણવાની સુવિધા મળે છે.જો તમે પોસ્ટ ઓફિસ બેન્ક ખાતામાં ખોલવા ઇચ્છતા હોય તો તમને નેશનલ સેવિંગ્સ ડિપોઝિટ યોજના પસંદ કરીને એમાં રોકાણ પણ કરી શકો છો. તમે આ યોજના રૂ. 1000માં બેન્ક ખાતું ખોલી શકો છો. તમને દર મહિને વ્યાજ પણ મળશે. આ યોજના એક વર્ષ, બે વર્ષ, ત્રણ વર્ષ અથવા પાંચ વર્ષ માટે ખાતાં ખોલી શકો છો.