લંડનઃ બ્રિટનના અમીરોની યાદીમાં ભારતીય મૂળના ભાઈઓનો દબદબો કાયમ છે. હિંદુજા બંધુ 22 અબજ પાઉન્ડની સંપત્તિ સાથે આ યાદીમાં પ્રથમ સ્થાન પર છે. જ્યારે ભારતીય મૂળના જ રુબેન બંધુ 18.66 અબજ પાઉન્ડની સંપત્તિ સાથે બીજા નંબર પર છે.
બ્રિટનમાં હિંદુજા સમૂહની કંપનીઓનું સંચાલન કરનારા શ્રીચંદ અને ગોપીચંદ હિંદુજાની સંપત્તિઓમાં ગત વર્ષના મુકાબલે 1.35 અબજ પાઉન્ડનો વધારો જોવા મળ્યો છે. આ પહેલા તેઓ 2014 અને 2017માં અમીરોની યાદીમાં શીર્ષ પર રહી ચૂક્યા છે. પ્રાપ્ચ વિગતો અનુસાર હિંદુજા સમૂહના 79 વર્ષીય સહ-ચેરમેન જી.પી.હિંદુજાના પરિચયમાં લખવામાં આવ્યું છે કે બ્રિટન યૂરોપીય સંઘની બહાર નિકળે કે નહી, ગોપીચંદ હિંદુજા એ વાતથી સહમત છે કે તે તેમના પરિવારના પૈતૃક દેશ સાથે સંબંધોને વધારે સારા બનાવી શકે છે.
મુંબઈમાં જન્મેલા 80 વર્ષીય ડેવિડ રુબેન અને 77 વર્ષના સાઈમન રુબેન ગત વર્ષે આ યાદીમાં ચોથા સ્થાન પર રહ્યા હતા. આ વર્ષની તેમની સંપત્તિઓમાં 3.56 અબજ પાઉન્ડનો મોટો વધારો જોવા મળ્યો છે. તો ભારતીય મૂળના એક અન્ય અબજપતિ લક્ષ્મી નિવાસ મિત્તલની સંપત્તિમાં 3.99 અબજ પાઉન્ડનો ઘટાડો નોંધાયો છે.
મુંબઈમાં જન્મેલા 80 વર્ષીય ડેવિડ રુબેન અને 77 વર્ષના સાઈમન રુબેન ગત વર્ષે આ યાદીમાં ચોથા સ્થાન પર રહ્યા હતા. આ વર્ષની તેમની સંપત્તિઓમાં 3.56 અબજ પાઉન્ડનો મોટો વધારો જોવા મળ્યો છે. તો ભારતીય મૂળના એક અન્ય અબજપતિ લક્ષ્મી નિવાસ મિત્તલની સંપત્તિઓમાં 3.99 અબજ પાઉન્ડનો ઘટાડો જોવા મળ્યો છે.