જાણો સોના કરતા બમણી મોંઘી ‘ગોલ્ડન નીડલ’ ચાની ખાસ વાતો

ગુવાહાટી- હવે ભારતમાં દુનિયાની સૌથી મોંઘી ચાની નીલામીએ એક નવો રેકોર્ડ નોંધાવ્યો છે. અરુણાચલ પ્રદેશમાં ઉગાડવામાં આવતી ચાની એક ખાસ વેરાયટીએ અસમની ચા એ હાલમાં જ બનાવેલા રેકોર્ડને તોડી નાખ્યો છે. અરુણાચલ પ્રદેશની આ ચા ગુવાહાટીમાં થયેલી હરાજીમાં 75 હજાર રૂપિયા પ્રતિ કિલોના ભાવે વેંચાણી છે.

 

ગુવાહાટી ટી ઑક્શન બાયર્સ એસોસિએશનનાં સેક્રેટરી દિનેશ બિહાનીએ જણાવ્યું કે, અરુણાચલ પ્રદેશના દોન્યીપોલો ચાના બગીચામાં ઉગાડવામાં આવતી ‘ગોલ્ડન નીડલ’ ચા એ અહીં હરાજીમાં ચા બ્રોકરોએ વેંચી અને શહેરના ખરીદદાર છત્તર સિંહ નરેન્દ્ર કુમારે ઓનલાઈ ચાના વિક્રેતા એબ્સોલ્યૂટ ટી માટે ખરીદી. આ પહેલા 13 ઓગસ્ટના રોજ અસમના ડિકોમ ચાના બગીચાની ગોલ્ડન બટરફ્લાય ચાને પણ 75 હજાર રૂપિયા પ્રતિ કિલોના ભાવે વેચવામાં આવી હતી.

હરાજી કેન્દ્રના અધિકારીએ આ અંગે જાણકારી આપતા કહ્યું કે, બુધવારે અરુણાચલ પ્રદેશની ખાસ વેરાયટીની ચાએ વેચાણ મામલે અસમની ચાના ભાવ સાથે બરોબરી કરી લીધી.  આ અગાઉ અરુણાચલની દોન્યીપોલો ચાના બગીચામાં ઉગાડવામાં આવી ખાસ ચાની વેરાયટી 39 હજાર પ્રતિ કિલોના ભાવે વેચાઈ હતી અને રેકોર્ડ બનાવ્યો હતો.

અરૂણચલ પ્રદેશની ગોલ્ડન નીડલ ચાને પાણીમાં ઉકાળવા પર તેનો ઉકાળાનો રંગ ચમકદાર સોનેરી દેખાઈ છે. આ ચાનો સ્વાદ મીઠો હોવાની સાથે સુગંધ મનમોહી લે તેવી છે.