બીએસઈ-એસએમઈ પ્લેટફોર્મ પર 343મી-કંપની ગ્રેટેક્સ કોર્પોરેટ લિસ્ટેડ

મુંબઈ તા.9 ઓગસ્ટ, 2021ઃ બીએસઈ એસએમઈ પ્લેટફોર્મ પર 343મી કંપની ગ્રેટેક્સ કોર્પોરેટ સર્વિસીસ લિમિટેડ લિસ્ટ થઈ છે. કંપનીના રૂ.10ની મૂળ કિંમતના 3,01,600 ઈક્વિટી શેર્સ રૂ.170ના ભાવે ઓફર કરાયા હતા. કંપનીની રૂ.5.13 કરોડની ઈનિશિયલ પબ્લિક ઓફર 30 જુલાઈ, 2021ના રોજ સફળતાપૂર્વક સંપન્ન થઈ હતી.

ગ્રેટેક્સ કોર્પોરેટ સર્વિસીસ લિમિટેડ મહારાષ્ટ્રસ્થિત કંપની છે, જેની રજિસ્ટર્ડ ઓફિસ મુંબઈમાં છે. કંપની મૂડીબજાર, કોર્પોરેટ ફાઈનાન્સ, કોર્પોરેટ રિસ્ટ્રક્ચરિંગ, ડેટ સિન્ડિકેશન અને કોમ્પલાયન્સ એડવાઈઝરી સર્વિસીસ પૂરી પાડે છે. ઈશ્યુની લીડ મેનેજર આર્યમન ફાઈનાન્સિયલ સર્વિસીસ લિમિટેડ હતી.

અત્યાર સુધીમાં 112 કંપનીઓ મેઈન બોર્ડમાં સ્થળાંતર કરી ગઈ છે. 342 લિસ્ટેડ કંપનીઓએ બજારમાંથી રૂ.3,523.63 કરોડ એકત્ર કર્યા છે, જેમનું કુલ માર્કેટ કેપિટલાઈઝેશન 6 ઓગસ્ટ, 2021ના રોજ રૂ.32,866.94 કરોડ હતું. બીએસઈ 61 ટકા બજાર હિસ્સા સાથે આ સેગમેન્ટમાં મોખરે છે.

[ અમને ફોલો કરો:    Facebook   | Twitter   | Instagram  | Telegram 

તમારા મોબાઇલમાં 9820649692 આ નંબર Chitralekha નામે સેવ કરી અમને વ્હોટસએપ પર તમારું નામ અને ઈ-મેઈલ લખીને મોકલો અને તમને મનગમતી વાંચન સામગ્રી મેળવો .]