2020 સુધીમાં 5G નું લોન્ચિંગ થવું મુશ્કેલ, નેટવર્ક ટ્રાયલ પ્લાન પણ નથી તૈયાર…

નવી દિલ્હીઃ સરકારની 2020 સુધી દેશમાં 5જી ટેક્નોલોજીનો ઉપયોગ શરુ કરવાની યોજના નિષ્ફળ થતી નજરે આવી રહી છે. ઈમ્ડસ્ટ્રી એક્ઝિક્યૂટિવ્સે જણાવ્યું કે ડિપાર્ટમેન્ટ ઓફ ટેલીકમ્યુનિકેશને નેટવર્ક ટ્રાયલનો પ્લાન હજી સુધી તૈયાર કર્યો નથી. આના માટે જૂનમાં 100 દિવસની ડેડલાઈન નક્કી કરવામાં આવી હતી, જે પૂર્ણ થઈ ચૂકી છે.

સેલ્યુલર ઓપરેટર્સ ઓફ ઈન્ડિયાના ડાયરેક્ટર જનરલ રાજન એસ મૈથ્યુઝે જણાવ્યું કે તમામ પ્રોટોકોલનો ઉપયોગ કરતા 5જી નું એન્ડ-ટૂ-એંડ ટેસ્ટિંગ નથી કરવામાં આવી. ટેલીકોમ ડિપાર્ટમેન્ટે IIT ચેન્નઈમાં 5જી ટ્રાયલ માટે સેટઅપ તૈયાર કરવામાં આવ્યું છે, જેનો ઉદ્દેશ્ય ઈન્ડસ્ટ્રીને તેજ ગતી વાળા નેટવર્કની જલ્દી શરુઆત કરવામાં મદદ કરવાનો છે. મેથ્યુઝે જણાવ્યું કે, સરકાર પાસેથી મંજૂરી મળ્યા બાદ અને સ્પેક્ટ્રમ એલોકેશન બાદ જ ફીલ્ડ ટ્રાયલની શરુઆત થઈ શકે છે.

3 જૂનના રોજ ટેલીકોમ મીનિસ્ટર રવિશંકર પ્રસાદે કહ્યું હતું કે તેઓ 100 દિવસની અંદર 5જીનો ટ્રાયલ શરુ કરવા પર જોર આપશે. ઈન્ડસ્ટ્રી એક્ઝિક્યૂટિવ્સે જણાવ્યું કે વર્ષ 2018 માં સરકારે ટેલીકોમ કંપનીઓ અને તેમના વેન્ડર પાર્ટનર્સને 2019 સુધી દેશ સાથે જોડાયેલા 5જીના કેસ રજૂ કરવા માટે કહ્યું હતું. જો કે નવેમ્બર 2018માં વોડાફોન, આઈડિયા, ભારતી એરટેલ અને રિલાયન્સ જિયો અને તેમના ટેક્નોલોજી પાર્ટનર્સે સંયુક્ત પ્રસ્તાવ રજૂ કર્યા બાદ અત્યારસુધી પ્રક્રિયાને આગળ નથી વધારવામાં આવી. મેથ્યુઝે કહ્યું કે, અમને 3.3-3.6 GHZ ના રેડિયો વેવની આખી જાણકારી જોઈએ. એંડ-ટૂ-એંડ હેંડસેટ ટેસ્ટ આ જ આધાર પર કરવામાં આવશે.

જૂનના મધ્યમાં ડિજિટલ કમ્યુનિકેશન્સ કમીશને 5જી ટ્રાયલ માટે સ્પેક્ટ્રમ સાથે જોડાયેલા નિયમોને મંજૂરી આપી હતી. આનો પ્રસ્તાવ DOT ની બનાવવામાં આવેલી અને IIT કાનપુરના ડાયરેક્ટર અભય કરંદિકરના નેતૃત્વ વાળી કમીટીએ રજૂ કર્યો હતો. ટ્રાયલ માટે 5G એરવેવ એક વર્ષ માટે કંપનીઓને આપવામાં આવશે. આ સમયગાળો વધારવામાં પણ આવી શકે છે. આ સાથે જ એક્સપેરિમેન્ટલ અને ટેક્નોલોજી ટ્રાયલ લાઈસન્સ પણ એલોકેટ કરવામાં આવશે, જેની ફી 5,000 રુપિયા પ્રતિ ટ્રાયલ રાખવામાં આવી છે. DOT એ ત્યારે કહ્યું હતું કે સ્પેક્ટ્રની વહેંચણી જલ્દી જ કરવામાં આવશે, પરંતુ અત્યારસુધી આના પર કામ કરવામાં આવ્યું નથી.

ફિનલેન્ડની ટેલીકોમ ઈક્વિપમેન્ટ કંપની નોકિયાએ જણાવ્યું કે 5જી ટ્રાયલની શરુઆત વર્ષ 2019ના બીજા છમાસીક ગાળામાં થશે. ચીનની હુઆવેને પણ ટ્રાયલની પ્રક્રિયા જલ્દી જ શરુ કરવાની અપેક્ષા છે. જો કે ચાઈનીઝ કંપનીને આમાં શામીલ થવાની મંજૂરી મળશે કે નહી, તેના પર સરકારે પોતાના વલણને હજી સુધી સ્પષ્ટ કર્યું નથી.