નવી દિલ્હીઃ ગુગલ દ્વારા ભારત સહિત અન્ય 40 દેશોમાં સ્પીડ લિમિટ અને મોબાઈલ રડાર જેવી સુવિધાઓ ચાલુ કરવામાં આવી છે. અમેરિકા અને અન્ય સ્થળો પર પહેલા પરિક્ષણ કરવામાં આવ્યું અને ત્યારબાદ ગૂગલ દ્વારા ભારત સહિત અન્ય દેશો માટે આ સુવિધા શરુ કરવામાં આવી છે. મેપ્સ હવે અમેરિકા, બ્રિટન, મેક્સિકો, રશિયા અને જાપાન સહિત દુનિયાભરના 40થી વધુ દેશોના ઉપયોગકર્તાઓને સ્પીડ લિમીટ, સ્પીડ કેમેરા અને મોબાઈલ સ્પીડ કેમેરા ઉપલબ્ધ કરાવશે.
નવી એડિશનલના ભાગરૂપે સ્પીડ લિમીટ મેપ્સના નીચલા ખૂણામાં જોવા મળશે અને સ્પીડ ટ્રેપ આઈકોન રોડ્સ પર જોવા મળશે. આ સુવિધા એન્ડ્રોઈડ અને આઈઓએસ બન્ને પર મળશે. એન્ડ્રોઈડ યૂઝર્સ એડિશનલ તરીકે મોબાઈલ સ્પીડ કેમેરા અને સ્થિર કેમેરાનો રિપોર્ટ કરી શકશે. જ્યારે આઈઓએસ અને એન્ડ્રોઈડ યૂઝર્સ બન્ને પોતાના વાહન ચલાવતા સમયે તે અપડેટને જોઈ શકશે.
2017માં, ગૂગલે કેલિફોર્નિયામાં સાન ફ્રાન્સિસ્કો બે અને રિયો-ડિ-જાનેરો બ્રાઝિલ જેવા વિસ્તારોમાં આનું ટેસ્ટિંગ કર્યું હતું. આ ફીચર્સ 2013માં ગૂગલ દ્રારા અધિગ્રહણ એક નેવિગેશન એપ વેઝથી પ્રેરિત છે. વેઝ અમુક સુવિધાઓ સાથે આવે છે જેમ કે, આગળ શોર-બકોરના સૂત્રો જેવા કે પોલીસ, ક્રેશ, રસ્તાના કિનારેથી ખેંચવામાં આવેવ કાર, રસ્તો બંધ હોવોસ પેટ્રોલ-ડિઝલના ભાવ, રેડ લાઈટ, કેમેરા સહિત તમામ માહિતી ઉપલબ્ધ કરાવે છે.