નવી દિલ્હીઃ બુલિયન માર્કેટમાં શુક્રવારે સોનાના ભાવમાં ઘટાડો જોવા મળ્યો હતો. એચડીએફસી સિક્યોરિટીઝ અનુસાર શુક્રવારે સોનાના ભાવમાં 102 રુપિયાનો ઘટાડો થયો છે. ભાવમાં થયેલા આ ઘટાડાને કારણે પાટનગર દિલ્હીમાં સોનાનો ભાવ પ્રતિ 10 ગ્રામ રૂ .38,856 થયો છે. નોંધપાત્ર વાત એ છે કે ગત સેશનમાં સોનું 10 ગ્રામદીઠ 38,958 બંધ રહ્યું હતું.
આ સાથે જ ચાંદીના ભાવમાં પણ 815 રૂપિયાનો ઘટાડો થયો છે. ચાંદીનો ભાવ હવે પ્રતિ કિલો 44,949 રુપિયા પર પહોંચી ગયો છે. નોંધપાત્ર છે કે ગુરુવારે ચાંદી 45,764 રુપિયા પર બંધ રહી હતી. ઔદ્યોગિક એકમો અને સિક્કા વેપારીઓ દ્વારા લેવાલીમાં ઘટાડો થવાને કારણે ચાંદીના ભાવમાં ઘટાડો નોંધાયો છે. દરમિયાન રૂપિયો 6 પૈસા વધીને ખુલતાં 71.70 રૂપિયા પર ખુલ્યો હતો.
આંતરરાષ્ટ્રીય બજારમાં સોનાચાંદી બંને નજીવા વળતર સાથેનું કામકાજ જોવા મળ્યું હતું. સોનું થોડું વધારે ઓંસ દીઠ 1,467 યુએસ ડોલર અને સિલ્વર 17.35 ડોલર પ્રતિ ઓંસ પર હતી. બજાર નિષ્ણાત વિશ્લેષક દ્વારા જણાવાયું હતું કે ગુરુવારે સાંજની સેશનમાં વેચાણ થયા પછી શુક્રવારે સોનાના ભાવ ઓંસના $ 1,467 પર સ્થિર રહ્યાં હતાં.