નવી દિલ્હીઃ ખાનગી ક્ષેત્રના કામ કરતા કર્મચારીઓની પાસે તેમની નિવૃત્તિ પછી જરૂરિયાતો પૂરી કરવા માટે પ્રોવિડન્ટ ફંડ હોય છે. નિવૃત્ત થવા પર કર્મચારીને તેમનું એમ્પલોયી પ્રોવિડન્ટ ફંડ (ઈપીએફ)નું પૂરેપૂરું ફંડ મળે છ. એ સાથે જ એમ્પ્લોયી પેન્શન સ્કીમ હેઠળ તેમને પેન્શન મળવાનું પ્રારંભ થાય છે. ઇપીએફ અને ઈપીએસ-બંનેમાં કર્મચારી દ્વારા અપાયેલું યોગદાન છે. ઇપીએસ હેઠળ મહિને ન્યૂનતમ પેન્શન રૂ. 1000ની રકમ નિર્ધારિત કરાયેલી છે, જ્યારે વધુમાં વધુ માસિક પેન્શન રૂ. 7,500 છે.
હવે તમારે ઈપીએસ હેઠળ તમને કેટલું માસિક પેન્શન મળશે તો એના માટે તમારે ઇપીએસ કેલક્યુલેટર અથવા ઇપીએસ પેન્શન કેલક્યુલેટરની જરૂર પડશે.
જે તે માલિક (કંપની) દ્વારા કર્મચારીના પ્રોવિડન્ટ ફંડ હેઠળ 12 ટકાનું યોગદાન આપવામાં આવે છે. જોકે એ પૂરું પ્રોવિડન્ટ ફંડમાં નથી જતું. બલકે તેનો કેટલોક હિસ્સો ઇપીએસમાં પણ જાય છે. ઇપીએસમાં પેન્શન માટે બેઝિક સેલરી રૂ. 15,000 રાખવામાં આવી છે, જેનો 8.33 ટકા હિસ્સો ઇપીએસમાં જાય છે.
એનો મતલબ એ થયો કે રૂ. 15,000 અથવા એનાથી વધુ બેઝિક સેલેરીવાળા કર્મચારીનું યોગદાન પ્રતિ મહિને રૂ. 1,250 ઇપીએસમાં જાય છે. આ પહેલાં બેઝિક સેલેરી રૂ. 6,500 રાખવામાં આવી હતી. હવે જો કર્મચારીની બેઝિક સેલેરી રૂ. 15,000 છે, તો રૂ. 1,250 ઇપીએસમાં મૂકવામાં આવશે. જો કોઈ કર્મચારીની બેઝિક સેલેરી રૂ. 35,000 છે, તે પણ ઈપીએસમાં રૂ. 1,250 જ મૂકવામાં જશે, પણ બેઝિક સેલરી રૂ. 14,000 છે તો ઈપીએસમાં રૂ. 1,166 મૂકવામાં આવશે.ઈપીએસમાં જનારા બધા પૈસા સરકાર પાસે હોય છે અને કર્મચારી નિવૃત્ત થયા બાદ તેને પેન્શન મળે છે. માસિક પેન્શનનું ફંડ કર્મચારીની સર્વિસ અને એક નિયત ફોર્મ્યુલા પર નિર્ભર કરે છે.
આ છે ઇપીએસ ફોર્મ્યુલા
ઈપીએસ ફોર્મ્યુલામાં પહેલાં પેન્શનેબલ સેલરી અને સર્વિસ પિરિયડનો ગુણાકાર કરવામાં આવે છે અને પછી એને 70 વડે ભાગાકાર કરવામાં આવે છે.એટલે રૂ. 15,000થી વધુની સેલરી હોય તો પણ ગણતરી રૂ. 15,000થી જ કરવામાં આવે છે. બેઝિક સેલરી ફિક્સ્ડ હોવા પર વધુમાં વધુ માસિક પેન્શન રૂ. 7,500 જ છે.
આવો, ઉદાહરણ દ્વારા સમજીએ…
જો કોઈ કર્મચારી 30 વર્ષ નોકરી કરી છે અને તેની બેઝિક સેલરી રૂ. 15,000થી વધુ છે તો તેની મહત્તમ માસિક પેન્શન ફોર્મ્યુલા અનુસાર (15,000શ*30)/70= રૂ. 6,429 થશે.