મુંબઈ તા. 23 ડિસેમ્બર, 2022: બીએસઈ એસએમઈ પ્લેટફોર્મ પર 410મી કંપની તરીકે દ્રોણાચાર્ચ એરિયલ ઈનોવેશન્સ લિમિટેડ લિસ્ટ થઈ છે. નવા યુગની ટેકનોલોજી ક્ષેત્રની કંપની દ્રોણાચાર્ય એરિયલ ઈનોવેશન્સનો પબ્લિક ઈશ્યુ 262 ગણો છલકાઈ ગયો હતો. કંપનીએ રૂ.10ની મૂળ કિંમતના 62.90 લાખ ઈક્વિટી શેર્સ શેરદીઠ રૂ.54ના ભાવે ઓફર કરી રૂ. 33.97 કરોડ એકત્ર કર્યા હતા. કંપનીનો ઈશ્યુ 15 ડિસેમ્બર, 2022ના રોજ સંપન્ન થયો હતો.
દ્રોણાચાર્ય એરિયલ ઈનોવેશન્સ લિમિટેડ કર્ણાટક સ્થિત કંપની છે, જેની રજિસ્ટર્ડ ઓફિસ બેંગલોર ખાતે છે કંપની મલ્ટી-સેન્સર ડ્રોન સર્વેક્ષણો, ડ્રોનના ડેટા પ્રોસેસિંગ, ડ્રોન પાઈલટ ટ્રેનિંગ અને સ્પેશિયલાઈઝ્ડ જીઆઈએસ ટ્રેનિંગ, ડ્રોન ટ્રેનિંગ અને જિયોસ્પેશિયલ ટ્રેનિંગ કોર્સીસ, જેવા કે ડીજીસીએ સર્ટિફાઈડ ડ્રોન પાઈલટ, ડ્રોન બિલ્ડિંગ, ડ્રોન્સ ફોર રેસિંગ, એરિયલ સિનેમેટોગ્રાફી અને એરિયલ મેકિંગ વગેરે ક્ષેત્રે કાર્યરત છે.
નવી દિલ્હીસ્થિત કોર્પોરેટ કેપિટલ વેન્ચર્સ પ્રાઈવેટ લિમિટેડ દ્રોણાચાર્ય એરિયલ ઈનોવેશન્સ લિમિટેડની લીડ મેનેજર હતી.
અત્યાર સુધીમાં બીએસઈ એસએમઈ પરથી 158 કંપનીઓ મેઈન બોર્ડમાં સ્થળાંતર કરી ગઈ છે. આ પ્લેટફોર્મ પર લિસ્ટેડ 409 કંપનીઓએ બજારમાંથી રૂ.4,509.75 કરોડ એકત્ર કર્યા છે અને તેમનું કુલ માર્કેટ કેપિટલાઈઝેશન 22 ડિસેમ્બર, 2022ના રોજ રૂ.62,000 કરોડ હતું.