નવી દિલ્હીઃ ધરતીનો છેડો ઘર. એમ દરેક વ્યક્તિ ઇચ્છે છે કે પોતાનું પણ એક ઘર હોય, પણ ઘર ખરીદવા માટે પૂરા નાણાં ન હોય તો જેથી હોમ લોન લેવી પડતી હોય છે. હોમ લોનથી ટેક્સ બચાવવામાં મદદ મળે છે. જોકે કેટલીક વાર હોમ લીધા પછી EMI ભરવી મુશ્કેલી પડે છે. EMIએ ત્યારે મુશ્કેલ બની જાય છે, જ્યારે નિયમિત આવક ન થતી હોય અથવા કોઈ ને કોઈ કારણે આવક બંધ થઈ જાય છે. હોમ લોનની મૂળ રકમનો આવકવેરા કાયદાની કલમ 80 C હેઠળ લાભ મળે છે, જ્યારે વ્યાજની ચુકવણી પર તમને કલમ 24Bનો લાભ મળે છે. જો તમે હોમ લોનના બોજથી પરેશાન છો તો કેટલીક વાતો પર ધ્યાન આપીને એ બોજને ઓછો કરી શકાય છે.
વધુ ચુકવણી
જ્યારે તમે હોમ લોન લો છો તો સામાન્ય રીતે સંપત્તિના 80 ટકાના મૂલ્યની લોન મળે છે. એનો લોન-ટૂ-વેલ્યુ રેશિયો પણ કહેવામાં આવે છે. બાકી ડાઉન પેમેન્ટની ખિસ્સામાંથી ચુકવણી કરવાની હોય છે. જેટલી મોટી તમે ઉધારી લેશો તેટલી EMI મોટા હશે. એટલા માટે નાના EMI માટે ઓચી ઉધારી લેવાના અને વધુ એડવાન્સ પેમેન્ટ કરવાના પ્રયાસ કરો.
EMI રકમ વધારો
સેલરી મેળવતા કર્મચારીઓ સેલરી વધવા પર લોનની EMIને વધારી શકે છે. જો તમે દર વર્ષે EMI રકમ વધારો છો તો લોનનો સમયગાળામાં ઘટાડો થશે. એનાથી તમારી લોનનો બોજ ઓછઓ થશે.
ઓવરડ્રાફ્ટની સુવિધા
હોમ લોન પર વ્યાજદર ઓછો કરવા માટે હોમ લોન એકાઉન્ટની સાથે હોમ લોન ઓવરડ્રાફ્ટની સુવિધાનો વિકલ્પ છે. આ સુવિધા દ્વારા તમે તમારો EMIની સિવાય પણ પોતાના હોમ લોન એકાઉન્ટમાં વધારાના નાણાં જમા કરાવી શકો છો. ખાતામાં જ્યારે વધારાના પૈસા હોય ત્યારે વ્યાજના નાણાં અને લોનનો સમયગાળો ઓછો થઈ જશે.
EMIની તારીખ અને સેલરીની તારીખ
જો તમે તમારા EMIની તારીખ તમારી સેલરીની તારીખની આસપાસ રાખો છો તો એમાં તમારે EMIની ચુકવણીને લઈને ચૂક નહીં થાય.
બેલેન્સ ટ્રાન્સફર કરી શકો છો
હોમ લોનનો સમયગાળાની વચ્ચે જો કોઈ લોનદાતા મળે છે તો હોમ લોનને ટ્રાન્સફર કરી શકાય છે. એ વાત ધ્યાનમાં રાખીને તમે હોમ લોનને જલદી ભરી શકો છો.
