મુંબઈ તા. 8 સપ્ટેમ્બર, 2022: બીએસઈ એસએમઈ પ્લેટફોર્મ પર 389મી કંપની દીપના ફાર્માકેમ લિમિટેડ લિસ્ટ થઈ છે. દીપના ફાર્માકેમે રૂ.10ની મૂળ કિંમતના 40.02 લાખ ઈક્વિટી શેર્સ શેરદીઠ રૂ.38ની કિંમતે ઓફર કરીને રૂ.15.21 કરોડ એકત્ર કર્યા હતા. કંપનીનો પબ્લિક ઈશ્યુ સફળતાપૂર્વક 30 ઓગસ્ટ, 2022ના રોજ સંપન્ન થયો હતો.
દીપના ફાર્માકેમ ગુજરાત સ્થિત કંપની છે, જેની રજિસ્ટર્ડ ઓફિસ અમદાવાદ ખાતે આવેલી છે. કંપની એક્વિટ ફાર્માસ્યુટિકલ્સ ઈન્ગ્રેડિયેન્ટ્સ (એપીઆઈ) જેવા ફાર્માસ્યુટિકલ્સ કાચા માલ, એક્ઝિપિયન્ટ અને કેમિકલ ફોર્મ્યુલેશન્સનું ટ્રેડિંગ અને વિતરણ કરે છે. કંપનીના પ્રોડક્ટ પોર્ટફોલિયોમાં 61 એપીઆઈ, એઆઈપી ઈન્ટરમીડિયેટ્સ જેવા કે સેફાલોસ્પોરિન, કાર્ડિયોવેસ્ક્યુલર, એન્ટી-બેક્ટેરિયા, ક્વિલોન્સ, વેટિરિનરી, એન્ટી-વાયરસ, એન્ટી-ઈફ્લેમેટરી, ન્યૂરોસાઈકિયાટ્રી, સ્ટેરોઈટ્સ હાર્મોન અને અન્યોનો સમાવેશ થાય છે.
અત્યાર સુધીમાં 150 કંપનીઓ બીએસઈ એસએમઈ પરથી મેઈન બોર્ડમાં સ્થળાંતર કરી ગઈ છે. બીએસઈ એસએમઈ પ્લેટફોર્મ પર લિસ્ટેડ 388 કંપનીઓએ બજારમાંથી રૂ.4,201 કરોડ એકત્ર કર્યા હતા, જેનું માર્કેટ કેપિટલાઈઝેશન 7 સપ્ટેમ્બર, 2022ના રોજ રૂ.59,000 કરોડ હતું.