મોહાલીઃ દેશમાં હવે ઘઉં માત્ર બ્રાઉન રંગના નહી થાય. પંજાબના મોહાલીમાં ઉપસ્થિત નેશનલ એગ્રી-ફૂડ બાયોટેક્નોલોજી ઈન્સ્ટીટ્યૂટના વૈજ્ઞાનિકોએ 8 વર્ષના રિસર્ચ બાદ ઘઉંના ત્રણ રંગ- પર્પલ, બ્લેક અને બ્લૂના પ્રકારો તૈયાર કર્યા છે. આને ફૂડ સેફ્ટી એન્ડ સ્ટાન્ડર્ડ્સ ઓથોરીટી ઓફ ઈન્ડિયાએ માનવીય ઉપયોગ માટે પોતાની સ્વીકૃતિ આપી દીધી છે.
હવે ઘઉંના આ અન્ય પ્રકારોની ખેતી માત્ર NABI ની લેબોરેટરી અને તેના ખેતર સુધી સીમિત નથી. રંગીન ઘઉં, વિશેષ રીતે પર્પલ અને બ્લેક વેરાઈટીની વાવણી પંજાબમાં પટિયાલા અને જાલંધરથી લઈને મધ્ય પ્રદેશમાં વિદિશા સુધી 700 એકરથી વધારેમાં કરવામાં આવી છે. એક વર્ષ પહેલા સુધી રંગીન ઘઉંની ખેતી માત્ર 80 એકરમાં પ્રાયોગિક રીતે કરવામાં આવી હતી.
NABI ના વૈજ્ઞાનિકોનું માનવું છે કે દેશમાં કૃષિ ક્ષેત્રમાં રંગીન ઘઉં એક મોટી ઉપ્લબ્ધી હશે. ઘઉંને તેનો રંગ એંથોક્યાયિનથી મળે છે. આ તે પિગમેન્ટ છે કે જે બ્લૂબેરી અને જાંબુ જેવા ફળોને રંગ આપે છે. રંગીન ઘઉંથી આપને એંથોક્યાયિનની જરુરી માત્રા મળી શકે છે. એંથોક્યાયિન એક એન્ટિઓક્સિડેન્ટ છે. ઘઉંની નવી વેરાઈટીમાંથી બ્લેકમાં એંથોક્યાયિનની સૌથી વધારે માત્રા છે. ત્યાર બાદ બ્લૂ અને પર્પલ વેરાઈટી છે. NABI માં રંગીન ઘઉં પ્રોજેક્ટના લીડ સાઈન્ટિસ્ટ મોનિકા ગર્ગે જણાવ્યું કે અમને જાપાનથી જાણકારી મળ્યા બાદ 2011 થી આના પર કાર્ય શરુ કર્યું હતું. અમે ઘણી સીઝન સુધી પ્રયોગ કર્યા બાદ આમાં સફળતા પ્રાપ્ત કરી છે.
NABI ના વૈજ્ઞાનિકોનો દાવો છે કે એન્ટીઓક્સિડેન્ટની પ્રચુર માત્રા વાળા ઘઉંથી હ્યદય રોગ, ડાયાબિટીસ અને જાડાપણાની આશંકા ઓછી થઈ જાય છે. રંગીન ઘઉંથી બાળકોમાં કુપોષણની સમસ્યાને પણ દૂર કરી શકાય છે. ગર્ગે કહ્યું કે એથોક્યાયિન એક સારુ એન્ટિઓક્સિડેન્ટ છે, જે આપણને તંદુરસ્ત બનાવે છે. આનાથી હ્યદય રોગો અને જાડાપણા જેવી જીવનશૈલી સાથે જોડાયેલી બીમારીઓને રોકવામાં મદદ પ્રાપ્ત થાય છે. અમે પહેલા આનો પ્રયોગ ઉંદર પર કર્યો અને જાણકારી મળી કે રંગીન ઘઉં ખાનારા લોકોનું વજન વધવાની સંભાવના ઓછી હોય છે.
રંગીન ઘઉંમાં વ્યાપાર કરવા માટે અત્યારસુધી 10 એગ્રી કંપનીઓએ રસ દાખવ્યો છે. જો કે રંગીન ઘઉંથી બનેલી પ્રોડક્ટ્સના માર્કેટને લઈને હજી સુધી સ્થિતી સ્પષ્ટ થઈ નથી. સામાન્ય ઘઉંની તુલનામાં રંગીન ઘઉં યીલ્ડ પણ ઓછી છે. આ જ કારણે આને વધારે કીંમત પર વેચવા પડશે. આમાં પણ બ્લેક વેરાઈટીની યીલ્ડ 17-18 ક્વિંટલ પ્રતિ એકર સાથે સૌથી ઓછી છે.
NABI ના એક્ઝિક્યૂટિવ ડાયરેક્ટર આર શર્માએ કહ્યું કે રંગીન ઘઉંની યીલ્ડ સામાન્ય ઘઉં કરતા ઓછી છે, પરંતુ આમાં વધારે એંથોક્યાયિન અને ઝિંક છે. આના કારણે આ કુપોષણ સામે લડત આપવા માટે ફાયદાકારક છે. સરકારને આને વધારે ન્યૂનતમ સમર્થન મૂલ્ય આપીને ખરીદવા જોઈએ અને પછી આને મિડ ડે મીલમાં શામિલ કરવા જોઈએ. રંગીન ઘઉંની ત્રણેય વેરાઈટીનું અત્યારે કાઉન્સિલ ઓફ એગ્રીકલ્ચર રિસર્ચ દ્વારા પરિક્ષણ કરવામાં આવી રહ્યું છે. ત્યારબાદ દેશભરમાં આની ખેતી શરુ થઈ શકે છે.