નવી દિલ્હીઃ ચીનની કંપની એમજી મોટર ભારતમાં પોતાની ધમાકેદાર એન્ટ્રી કરવા માટે તૈયાર છે. એસયુવીની વાત કરવામાં આવે તો એમજી મોટર્સની ભારતમાં આવનારી પ્રથમ એસયુવી Honda CR-V અને Hyundai Tucson થી મોટી હશે. ત્યારે આનાથી સ્પષ્ટ થાય છે કે કંપની પોતાની એન્ટ્રી પ્રીમિયમ સેગમેન્ટમાં કરવા જઈ રહી છે. આવનારી એસયુવીનું નામ MG HS હોઈ શકે છે. HS એસયુવીની ડિઝાઈન અત્યંત આકર્ષક છે.
ગાડીનું ફિટિંગ અને ફિનિશિંગ પણ ખૂબ સારુ છે. જો તમારા મગજમાં ચાઈનીઝ પ્રોડક્ટને લઈને ખરાબ ઈમેજ બનેલી છે તો આ કારને જોયા બાદ તમને ઝટકો લાગશે, આ કારનું ડ્રાઈવિંગ સરળ છે, આનું ડ્રાઈવિંગ અને પર્ફોમન્સ તમને ઈમ્પ્રેસ કરશે. અહીંયા ચીનની કારો માટે એક આઈ ઓપનર છે ચીની કાર ટેક્નોલોજી અને ક્વોલીટી સાથે આવશે.
કંપનીના બીજા અનાઉન્સમેન્ટની વાત કરવામાં આવે તો MG Motor 2020 ના બીજા ત્રિમાસીક ગાળામાં પોતાની પૂર્ણ રીતે ઈલેકટ્રિક કાર લોન્ચ કરશે. ભારતમાં ઈલેકટ્રિક વાહનો માટે ખૂબ વાતો થઈ રહી છે પરંતુ જોઈએ તેટલો વાસ્તવિક વિકાસ આ મામલે થઈ રહ્યો નથી. આ પ્રકારના સ્થાન પર ભારતમાં પોતાના બીજા લોન્ચ સાથે પૂરી રીતે ઈલેકટ્રિક કાર લોન્ચ કરવી એક મોટુ પગલું કહી શકાય.
ઈલેકટ્રિક એસયૂવી કે જેને ભારતમાં લોન્ચ કરવાની સૌથી વધારે સંભાવના છે તે માર્વલ એક્સ છે જેને ચીનમાં રોવે બ્રાંડ અંતર્ગત વેચવામાં આવે છે. માર્વલ એક્સ નામ ટેસ્લાના મોડલ એક્સ જેવી લાગે છે અને આ હકીકતમાં પ્રતિસ્પર્ધા છે. માર્વલ એક્સમાં 52.5 KWH બેટરી પેક છે જે એસયુવીને 500 કિલોમીટર સુધી ચાલવા માટે પાવર આપી શકે છે જે ટસ્લા અને ફોક્સવેગન ગ્રુપથી અન્ય ઈલેકટ્રિક એસયૂવી કારની બરાબર લાવે છે. એસયુવીમાં ફાસ્ટ ચાર્જિંગ પણ છે અને આનાથી માત્ર 40 મીનિટમાં 80 ટકા સુધી બેચપી ચાર્જ કરી શકાય છે.