નવી દિલ્હીઃ વર્તમાન નાણાકીય વર્ષને પૂર્ણ થવામાં બે દિવસનો સમય બાકી છે. પરંતુ હજી ડાયરેક્ટ ટેક્સ દ્વારા જે ટેક્સ કલેક્શન થઈ શક્યું છે તે નક્કી લક્ષ્યથી ઓછું છે. સ્થિતિની ગંભીરતાને જોતા સેન્ટ્રલ બોર્ડ ઓફ ડાયરેક્ટ ટેક્સે આયકર વિભાગને એક પત્ર લખ્યો છે અને આવનારા પડકારો પ્રત્યે માહિતી આપી છે.
બિઝનસ સ્ટાન્ડર્ડ રિપોર્ટ્સ અનુસાર મંગળવાર સુધી 10.29 ટ્રિલિયન રુપિયાનો ટેક્સ પ્રાપ્ત થયો છે, જે ગત વર્ષના મુકાબલે 12.5 ટકા ઓછો છે. ઉલ્લેખનીય છે કે 2018-19 માટે સંશોધિત બજેટનો ટાર્ગેટ 12 ટ્રિલિયન રુપિયા સુધી કરવામાં આવ્યો હતો. ત્યારે આવામાં લક્ષ્યથી 1.5 લાખ કરોડ રુપિયાની ટેક્સ વસૂલી ઓછી થઈ છે.
26 માર્ચના રોજ લખેલા પોતાના પત્ર CBDT એ કહ્યું કે 23 માર્ચ સુધી ઓનલાઈન ટેક્સ અકાઉન્ટિંગ સિસ્ટમ અંતર્ગત ડાયરેક્ટ ટેક્સ કલેક્શન 85.1 ટકા થઈ શક્યું છે. સીબીડીટી અનુસાર અત્યારસુધી જેટલું ટેક્સ કલેક્શન થયું છે તે ચિંતાનો વિષય છે. કારણ કે માર્ચ વચ્ચે જ્યાં ટેક્સ કલેક્શનનો ગ્રોથ માઈનસ 5.2 હતો ત્યારે હવે માઈનસ 6.9 ટકા થઈ ગયો છે.
બિઝનેસ સ્ટાન્ડર્ડ રિપોર્ટ અનુસાર સીબીડીટીએ પત્રમાં કહ્યું છે કે બોર્ડ તમારી સાથે ઘણા માધ્યમો દ્વારા રણનીતિ નક્કી કરવાને લઈને વાતચીત કરી ચૂક્યું છે અને તમારી રણનીતિના કારણે સફળતા મળી છે. આ જ કારણ છે કે ટેક્સ કલેક્શનમાં સુધાર પણ જોવા મળ્યો છે. પરંતુ, છતા પણ પ્રાપ્ત થતા આંકડાઓ કંઈક અલગ જ ચિત્ર રજૂ કરે છે. ચિઠ્ઠીમાં તત્કાલ પ્રભાવથી જરુરી પગલાં ભરવા કહેવામાં આવ્યું છે.