નવી દિલ્હીઃ પુલવામા આતંકી હુમલા બાદ ભારતીય વાયુસેનાએ એલઓસી પાર જઈને કડક કાર્યવાહી કરી છે જેનું વ્યાપારીઓએ સ્વાગત કર્યું છે. મિરાજ-2000 ના 12 વિમાનોએ એલઓસી પાર જઈને આતંકી કેમ્પો પર એક હજાર કીલો બોમ્બ વરસાવ્યા. આનાથી ત્યાં સ્થિત તમામ આતંકી કેમ્પો નષ્ટ થઈ ગયા. વ્યાપારીઓ અને ટ્રેડર્સ એસોસિએશને વડાપ્રધાન મોદી અને એરફોર્સને સલામ કર્યા છે.
કન્ફેડરેશન ઓફ ઓલ ઈન્ડિયા ટ્રેડર્સ એસોસિએશને એરફોર્સની એર સ્ટ્રાઈકનું સ્વાગત કર્યું છે. એસોસિએશનના જનરલ સેક્રેટરી પ્રવીણ ખંડેવાલે મીડિયાને કહ્યું કે એરસ્ટ્રાઈક વડાપ્રધાન મોદી અને એરફોર્સે પુલવામા એટેકનો પહેલો ડોઝ આતંકીઓને આપ્યો છે. દેશના 7 કરોડ ટ્રેડર્સ એરફોર્સને સલામ કરે છે. એરફોર્સે આતંકીઓને યોગ્ય સબક શિખવાડ્યો છે. અત્યારે દેશમાં દિવાળી જોવે માહોલ છે અને આખો દેશ વડાપ્રધાન સાથે છે.
આ મામલે મહિન્દ્રા ગ્રુપના ચેરમેન આનંદ મહિન્દ્રાએ પણ ટ્વિટ કર્યું. આનંદ મહિન્દ્રાએ એક ટ્વિટને રિટ્વિટ કર્યું અને કહ્યું કે અને તેઓ સુરક્ષીત પાછા આવી ગયા અમે તેમની સુરક્ષાની માટે પ્રાર્થના કરીએ છીએ કે જેઓ આપણી રક્ષા કરી રહ્યા છે.