BSE-સ્ટાર-MFનો નવો વિક્રમઃ એક જ દિવસમાં 17.84 લાખ ટ્રાન્ઝેક્શન્સ પ્રોસેસ કર્યા

મુંબઈઃ BSE સ્ટાર MF પર એક જ દિવસમાં 17.84  લાખ ટ્રાન્ઝેક્શન્સ પ્રોસેસ કરવાનો નવો વિક્રમ નોંધાયો છે. અગાઉ 5 એપ્રિલ, 2021ના રોજ 15.52 લાખ ટ્રાન્ઝેક્શન્સનો વિક્રમ નોંધાયો હતો. આમ BSE સ્ટાર MFએ તેના જ પૂર્વ રેકોર્ડને એક જ સપ્તાહમાં તોડીને નવું ઊંચું શિખર સર કર્યું છે.

BSE સ્ટાર MF પર જાન્યુઆરી, 2021ના 92.98 લાખ ટ્રાન્ઝેક્શન્સની તુલનાએ માર્ચ 2021માં 1.10 કરોડ ટ્રાન્ઝેક્શન્સ થયા છે. નાણાકીય વર્ષ 2020-21માં આ પ્લેટફોર્મ પર 9.38 કરોડ ટ્રાન્ઝેક્શન્સ થયા હતા, જે આગલા નાણાકીય વર્ષમાં 5.75 કરોડ ટ્રાન્ઝેક્શન્સ હતા. માર્ચ, 2021માં આ પ્લેટફોર્મ પર 5.45 લાખ SIP નોંધાયા છે, જે અત્યાર સુધીનો સૌથી મોટો આંકડો છે. એક જ દિવસમાં 17.84 લાખ ટ્રાન્ઝેક્શન્સ પ્રોસેસ કરવાની સિદ્ધિ સામે અન્ય આવાં પ્લેટફોર્મ પર મહિને આટલું કામકાજ થતું હોય છે.