બીએસઈએ ICE ફ્યુચર્સ યુરોપ સાથે લાઈસન્સિંગ કરાર કર્યો

મુંબઈ તા.27, 2020 : દેશના અગ્રણી એક્સચેન્જ બીએસઈએ તેના રૂપી બ્રેન્ટ ફ્યુચર્સ કોન્ટ્રેક્ટની અંતિમ પતાવટ કિંમત (ફાઈનલ સેટલમેન્ટ પ્રાઈસ) તરીકે આઈસીઈ બ્રેન્ટ ઈન્ડેક્સના વપરાશ માટે ઈન્ટરકોન્ટિનન્ટલ એક્સચેન્જ, ઈન્ક. સાથે લાઈસન્સિંગ કરાર કર્યો છે. ઈન્ટરકોન્ટિનન્ટલ એક્સચેન્જ અગ્રણી વૈશ્વિક એક્સચેન્જ, ક્લિયરિંગ હાઉસ અને ડેટા તેમ જ સર્વિસ પ્રોવાઈડર છે અને ન્યૂ યોર્ક એક્સચેન્જમાં લિસ્ટેડ છે.

ભારત ક્રૂડ ઓઈલનો સૌથી મોટો વપરાશકાર અને આયાતકાર દેશ છે અને બ્રેન્ટ ક્રૂડ ભારતીય ક્રૂડ ઓઈલ બાસ્કેટ સાથે ગાઢ રીતે સંકળાયેલું છે. આ લાઈસન્સિંગ એગ્રીમેન્ટને પગલે ભારતીય બજારમાં સહભાગીઓને રૂપી-ડિનોમિનેટેડ બ્રેન્ટ બેન્ચમાર્ક પ્રાઈસીસ પ્રાપ્ત કરવામાં અને અને કિંમતની દૃષ્ટિએ અસરકારક અને સુવિધાપૂર્ણ હેજિંગ પ્રોડક્ટ પૂરા પાડીને બજારને વધુ વિસ્તૃત બનાવવામાં સહાય મળશે. એ ઉપરાંત સ્થાનિક ફંડામેન્ટલ્સના આધારે ભારતના ટાઈમ ઝોનમાં બ્રેન્ટ ક્રૂડની પ્રાઈસ ડિસ્કવરી પણ થશે.

આ પ્રસંગે બીએસઈના એમડી અને સીઈઓ આશિષકુમાર ચૌહાણે કહ્યું, “બીએસઈ આઈસીઈ સાથેના સહયોગને આવકારે છે. અમારી કોમોડિટી માર્કેટ્સને વધુ વિસ્તૃત બનાવવા અમે આ સંબંધને વધુ મજબૂત બનાવીશું.”

બીએસઈ ટ્રેડર્સ, રોકાણકારો અને બધા બજાર સહભાગીઓને સુગમ અને કિંમતની દૃષ્ટિએ અસરકારક ઓનશોર હેજિંગ પ્રોડક્ટ પૂરાં પાડવા પ્રતિબદ્ધ છે. બ્રેન્ડ ક્રૂડના ભાવ મળવાથી ભારતના ઓઈલ ઉત્પાદકો, રિફાઈનર્સ, વપરાશકારો અને રોકાણકારોને લાભ થશે. આઈસીઈ સાથેનો આ કરાર નવી સિદ્ધિ છે અને તે દેશના એનર્જી કોમોડિટીઝ ક્ષેત્રની આવશ્યકતાઓ અને હિતો માટે ઘણો લાભકારક બની રહેશે.