મુંબઈ – સ્ટાન્ડર્ડ ચાર્ટર્ડ ઈન્વેસ્ટમેન્ટ્સ એન્ડ લોન્સ (ઈન્ડિયા), આદિત્ય બિરલા ફાઈનાન્સ, બલરામપુર ચિની મિલ્સ, એક્સિસ ફાઈનાન્સ, કેઈસી ઈન્ટરનેશનલ અને સિયારામ સિલ્ક મિલ્સે તેમનાં કમર્શિયલ પેપરના અનુક્રમે રૂ.390 કરોડ, રૂ.250 કરોડ, રૂ.200 કરોડ, રૂ.175 કરોડ, રૂ.100 કરોડ અને રૂ.45 કરોડના ઈશ્યુને લિસ્ટ કરવા માટેની અરજી કરી છે. બીએસઈમાં આ ઈશ્યુઓનાં કમર્શિયલ પેપર્સ 26 ડિસેમ્બર, 2019થી લિસ્ટ થશે.
અત્યાર સુધીમાં 22 ઈશ્યુઅરોના રૂ.23,330 કરોડના કમર્શિયલ પેપર્સના 58 ઈશ્યુઓ લિસ્ટ કરવામાં આવ્યા છે. આ ઈશ્યુઝની સરેરાશ 111 દિવસની મુદત પરનું વેઈટેડ એવરેજ યીલ્ડ 5.44 ટકા રહ્યું છે.
બીએસઈ દેશની કંપનીઓને મૂડી એકત્ર કરવામાં સહાય કરી રહ્યું છે. બીએસઈ બોન્ડ પ્લેટફોર્મ જુલાઈ 2016માં લોન્ચ કરવામાં આવ્યું ત્યારથી અત્યાર સુધી (24 ડિસેમ્બર, 2019)માં ભારતીય કંપનીઓના રૂ.3,39,108 કરોડ (47.60 અબજ યુએસ ડોલર)ના ડેટનું લિસ્ટિંગ કરવામાં આવ્યું છે. આમાંથી બીએસઈએ સફળતાપૂર્વક રૂ.2,20,442 કરોડનું ભંડોળ (30.94 અબજ ડોલર) એકત્ર કરી આશરે 60 ટકા બજાર હિસ્સો પ્રાપ્ત કર્યો છે. છે. નાણાકીય વર્ષ 2019-20માં (24 ડિસેમ્બર, 2019) સુધીમાં બીએસઈએ સફળતાપૂર્વક રૂ.9,26,925 કરોડ ( 130.11 અબજ ડોલર) એકત્ર કર્યા છે.