8 કંપની બીએસઈ પર રૂ. 3555 કરોડનાં કમર્શિયલ પેપર લિસ્ટ કરશે

મુંબઈ – ભારતી હેવી ઈલેક્ટ્રિકલ્સ, હાઉસિંગ ડેવલપમેન્ટ ફાઈનાન્સ કોર્પ., કોટર મહિન્દ્રા પ્રાઈમ, ટાટા સ્ટીલ, સ્ટરલાઈટ ટેક્નોલોજીસ, વર્ધમાન સ્પેશિયલ સ્ટીલ્સ, કોટક મહિન્દ્રા ઈન્વેસ્ટમેન્ટ્સ અને ટાટા સ્ટીલ બીએસએલએ તેમનાં કમર્શિયલ પેપરના અનુક્રમે રૂ.1,150 કરોડ, રૂ.1,000 કરોડ, રૂ.575 કરોડ, રૂ.500 કરોડ, રૂ.100 કરોડ, રૂ.80 કરોડ, રૂ.75 કરોડ અને રૂ.75 કરોડના ઈશ્યુને લિસ્ટ કરવા માટેની અરજી કરી છે. બીએસઈમાં આ ઈશ્યુઓનાં કમર્શિયલ પેપર્સ 27 ડિસેમ્બર, 2019થી લિસ્ટ થશે.

અત્યાર સુધીમાં 32  ઈશ્યુઅરોના રૂ.27,484  કરોડના કમર્શિયલ પેપર્સના 74 ઈશ્યુઓ લિસ્ટ કરવામાં આવ્યા છે. આ ઈશ્યુઝની સરેરાશ 126 દિવસની મુદત પરનું વેઈટેડ એવરેજ યીલ્ડ 5.49 ટકા રહ્યું છે.

બીએસઈ દેશની કંપનીઓને મૂડી એકત્ર કરવામાં સહાય કરી રહ્યું છે. બીએસઈ બોન્ડ પ્લેટફોર્મ જુલાઈ 2016માં લોન્ચ કરવામાં આવ્યું ત્યારથી અત્યાર સુધી (26 ડિસેમ્બર, 2019)માં ભારતીય કંપનીઓના રૂ.3,44,497.11 કરોડ (48.28 અબજ યુએસ ડોલર)ના ડેટનું લિસ્ટિંગ કરવામાં આવ્યું છે. આમાંથી બીએસઈએ સફળતાપૂર્વક રૂ.2,20,593 કરોડનું ભંડોળ (30.92 અબજ ડોલર) એકત્ર કરી આશરે 60 ટકા બજાર હિસ્સો પ્રાપ્ત કર્યો છે. છે. નાણાકીય વર્ષ 2019-20માં (26 ડિસેમ્બર, 2019) સુધીમાં બીએસઈએ સફળતાપૂર્વક રૂ.9,27,075 કરોડ (129.93 અબજ ડોલર) એકત્ર કર્યા છે.

[ અમને ફોલો કરો:    Facebook   | Twitter   | Instagram  | Telegram 

તમારા મોબાઇલમાં 9820649692 આ નંબર Chitralekha નામે સેવ કરી અમને વ્હોટસએપ પર તમારું નામ અને ઈ-મેઈલ લખીને મોકલો અને તમને મનગમતી વાંચન સામગ્રી મેળવો .]