મુંબઈ – બીએસઈના ઈક્વિટી ડેરિવેટિવ્ઝ સેગમેન્ટમાં આજે રૂ.2782 કરોડનું રેકોર્ડ ટર્નઓવર થયું હતું. ઈન્ટરઓપરેટિબિલિટીના અમલ બાદ ઈક્વિટી ડેરિવેટિવ્ઝમાં ટર્નઓવર સતત વધી રહ્યું છે. બીએસઈએ લિક્વિડિટી એન્હેન્સમેન્ટ સ્કીમ લાગુ કરી હતી અને 25 નવેમ્બર, 2019થી સુધારેલી સ્કીમ લાગુ કરવામાં આવી છે. આ સિદ્ધિ બદલ બીએસઈના ચીફ બિઝનેસ ઓફિસર સમીર પાટીલે કહ્યું, ”મેમ્બર્સના સતત સમર્થન અને સક્રિય સામેલગીરીને લીધે બીએસઈ પર ટર્નઓવર વધી રહ્યું છે. હું આશા રાખું છું કે મેમ્બર્સ બીએસઈને ટેકો આપવાનું ચાલુ રાખશે અને બીએસઈ ઇક્વિટી ડેરિવેટિવ્ઝમાં વધુ વેપાર કરવા માટે શ્રેષ્ઠ ટેકનોલોજી પૂરી પાડશે.
બીએસઈના ડેરિવેટિવ્ઝ સેગમેન્ટમાં મંગળવારે કુલ 6,791 સોદાઓમાં 26,570 કોન્ટ્રેક્ટનાં કામકાજ થયાં હતાં. કુલ 32,08,310 કોન્ટ્રેક્ટ્સના ઓપન ઈન્ટરેસ્ટ રહ્યા હતા.
ઈન્ડેક્સ ફ્યુચર્સ કોન્ટ્રેક્ટ્સમાં રૂ.169 કરોડના 1,481 સોદામાં 1,623 કોન્ટ્રેક્ટ્સનાં કામકાજ થયાં હતાં. ઈન્ડેક્સ ફ્યુચર્સમાં ઓપન ઈન્ટરેસ્ટ 517 કોન્ટ્રેક્ટ્સ હતા.
ઈન્ડેક્સ કોલ ઓપ્શનના ટ્રેડ થયેલા 3,492 સોદામાં 17,834 કોન્ટ્રેક્ટ સાથે રૂ.1,878.09 કરોડનું કામકાજ થયું હતું અને ઈન્ડેક્સ પુટ ઓપ્શનના ટ્રેડ થયેલા 1,812 સોદામાં 7,107 કોન્ટ્રેક્ટ સાથે રૂ.735.33 કરોડનું કામકાજ થયું હતું.