SAIL, HDFC, JSW સ્ટીલ, CEAT તેમનાં કમર્શિયલ પેપર્સ BSEમાં લિસ્ટ કરશે

મુંબઈ – સ્ટીલ ઓથોરિટી ઓફ ઈન્ડિયા, હાઉસિંગ ડેવલપમેન્ટ ફાઇનાન્સ કોર્પોરેશન,, જેએસડબલ્યુ સ્ટીલ અને સીઇએટી તેમના કમર્શિયલ પેપરના અનુક્રમે 1,800 કરોડ, રૂ. 1,100 કરોડ, રૂ. 335 કરોડ અને રૂ. 50 કરોડના ઈશ્યુ બીએસઈમાં લિસ્ટ કરવા માટેની અરજી આજે કરી છે. બીએસઈમાં આ ઈશ્યુઓનાં કમર્શિયલ પેપર્સ 24 ડિસેમ્બર, 2019થી લિસ્ટ થશે.

અત્યાર સુધીમાં 19 ઈશ્યુઅરોના રૂ.22,170 કરોડના કમર્શિયલ પેપર્સના 43 ઈશ્યુઓ લિસ્ટ કરવામાં આવ્યા છે. આ ઈશ્યુઝની સરેરાશ 106 દિવસની સરેરાશ મુદત પરનું વેઈટેડ એવરેજ યીલ્ડ 5.40 ટકા રહ્યું છે.

બીએસઈ દેશની કંપનીઓને મૂડી એકત્ર કરવામાં સહાય કરી રહ્યું છે. બીએસઈ બોન્ડ પ્લેટફોર્મ જુલાઈ 2016માં લોન્ચ કરવામાં આવ્યું ત્યારથી અત્યાર સુધી (23 ડિસેમ્બર, 2019)માં ભારતીય કંપનીઓના રૂ. 3,33,065.44 કરોડ (46.09 અબજ યુએસ ડોલર)ના ડેટનું લિસ્ટિંગ કરવામાં આવ્યું છે. આમાંથી બીએસઈએ સફળતાપૂર્વક રૂ.2,16,353કરોડનું ભંડોળ (30.42 અબજ ડોલર) એકત્ર કરી આશરે 60 ટકા બજાર હિસ્સો પ્રાપ્ત કર્યો છે. છે. નાણાકીય વર્ષ 2019-20માં (20ડિસેમ્બર, 2019) સુધીમાં બીએસઈએ સફળતાપૂર્વક રૂ.9,22,835 કરોડ ( 129.74 અબજ ડોલર) એકત્ર કર્યા છે.