મુંબઈ – બીએસઈના ઈક્વિટી ડેરિવેટિવ્ઝ સેગમેન્ટમાં સોમવારે રૂ.1632 કરોડનું રેકોર્ડ ટર્નઓવર થયું હતું. ઈન્ટરઓપરેટિબિલિટીના અમલ બાદ ઈક્વિટી ડેરિવેટિવ્ઝમાં ટર્નઓવર સતત વધી રહ્યું છે. આ સિદ્ધિ બદલ બીએસઈના ચીફ બિઝનેસ ઓફિસર સમીર પાટીલે કહ્યું, ”મેમ્બર્સના સતત સમર્થન અને સક્રિય સામેલગીરીને લીધે બીએસઈ પર ટર્નઓવર વધ્યું છે. આ નાની પણ મહત્ત્વની સિદ્ધિ છે. હું આશા રાખું છું કે મેમ્બર્સ બીએસઈને ટેકો આપવાનું ચાલુ રાખશે અને બીએસઈ આગળ જતાં ઇક્વિટી ડેરિવેટિવ્ઝમાં વધુ વેપાર કરવા માટે તેની શ્રેષ્ઠ ટેકનોલોજી પૂરી પાડશે.”
બીએસઈના ડેરિવેટિવ્ઝ સેગમેન્ટમાં સોમવારે કુલ 3,348 સોદાઓમાં 15,679 કોન્ટ્રેક્ટનાં કામકાજ થયાં હતાં. કુલ 33,16,854 કોન્ટ્રેક્ટ્સના ઓપન ઈન્ટરેસ્ટ રહ્યા હતા.
ઈન્ડેક્સ ફ્યુચર્સ કોન્ટ્રેક્ટ્સમાં રૂ.194.03 કરોડના 1,774 સોદામાં 1,864 કોન્ટ્રેક્ટ્સનાં કામકાજ થયાં હતાં. ઈન્ડેક્સ ફ્યુચર્સમાં ઓપન ઈન્ટરેસ્ટ 528 કોન્ટ્રેક્ટ્સ હતા.
ઈન્ડેક્સ કોલ ઓપ્શનના ટ્રેડ થયેલા 793 સોદામાં 7,125 કોન્ટ્રેક્ટ સાથે રૂ.752.73 કરોડનું કામકાજ થયું હતું અને ઈન્ડેક્સ પુટ ઓપ્શનના ટ્રેડ થયેલા 779 સોદામાં 6,688 કોન્ટ્રેક્ટ સાથે રૂ.685.39 કરોડનું કામકાજ થયું હતું. ઈક્વિટી ફ્યુચર્સ કોન્ટ્રેક્ટ્સમાં રૂ.0.18 કરોડના 2 સોદામાં 2 કોન્ટ્રેક્ટ્સનાં કામકાજ થયાં હતાં.