બીએસઈમાં કમર્શિયલ પેપર્સનું લિસ્ટિંગ રૂ. 1 લાખ કરોડને પાર

મુંબઈ – કોટક સિક્યોરિટીઝ, કોટક મહિન્દ્રા પ્રાઈમ, બિરલા ગ્રુપ હોલ્ડિંગ્સ, ભારત હેવી ઈલેક્ટ્રિકલ્સ, પાવર ગ્રીડ કોર્પોરેશન ઓફ ઈન્ડિયા, મોતિલાલ ઓસવાલ ફાઈનાન્સિયલ સર્વિસીસ, જેએસડબલ્યુ સ્ટીલ, કોટક મહિન્દ્રા ઈન્વેસ્ટમેન્ટ્સ અને શેરખાન બીએનપી પરિબલ ફાઈનાન્સિયલ સર્વિસીસે તેમનાં રૂ.5,950 કરોડનાં કમર્શિયલ પેપર્સ લિસ્ટ કરવાની અરજી બીએસઈમાં કરી છે. આ કંપનીઓનાં કમર્શિયલ પેપર્સ 2 જાન્યુઆરી, 2020થી લિસ્ટ થશે.

અત્યાર સુધીમાં 52 ઈશ્યુઅરોના રૂ.1,11,080 કરોડના કમર્શિયલ પેપર્સના 288 ઈશ્યુઓ લિસ્ટ કરવામાં આવ્યા છે. આ ઈશ્યુઝની સરેરાશ 137 દિવસની મુદત પરનું વેઈટેડ એવરેજ યીલ્ડ 6.11 ટકા રહ્યું છે.

બીએસઈ દેશની કંપનીઓને મૂડી એકત્ર કરવામાં સહાય કરી રહ્યું છે. બીએસઈ બોન્ડ પ્લેટફોર્મ જુલાઈ 2016માં લોન્ચ કરવામાં આવ્યું ત્યારથી અત્યાર સુધી (1 જાન્યુઆરી, 2020)માં ભારતીય કંપનીઓના રૂ.4,29,202 કરોડ (60.23 અબજ યુએસ ડોલર)ના ડેટનું લિસ્ટિંગ કરવામાં આવ્યું છે. આમાંથી બીએસઈએ સફળતાપૂર્વક રૂ.2,28,633 કરોડનું ભંડોળ (32.05 અબજ ડોલર) એકત્ર કરી આશરે 60 ટકા બજાર હિસ્સો પ્રાપ્ત કર્યો છે. છે. નાણાકીય વર્ષ 2019-20માં (1 જાન્યુઆરી, 2020) સુધીમાં બીએસઈએ સફળતાપૂર્વક રૂ.9,29,705 કરોડ (130.24 અબજ ડોલર) એકત્ર કર્યા છે.