નવી દિલ્હીઃ કોર્પોરેટ મામલાના મંત્રાલયે કંપનીઓને બુક્સ ઓફ અકાઉન્ટ્સ મેઇનટેઇન કરવા માટેના નિયમ બદલી કાઢ્યા છે. આ સંબંધમાં જારી ગેઝેટ નોટિફિકેશન મુજબ એક એપ્રિલથી કંપનીઓને બુક્સ ઓફ અકાઉન્ટ્સ માટે અકાઉન્ટિંગ સોફ્ટવેર રાખવું ફરજિયાત છે, જેમાં ઓડિટ ટ્રેલ રેકોર્ડ હોય છે. ઓડિટ ટ્રેલનો અર્થ એ છે કે દરેક એન્ટ્રીની તારીખ અને એમાં કરેલા બદલાવનો રેકોર્ડ. જો બેન્ક ડેટમાં એન્ટ્રી કરવામાં આવી રહી હોય તો એનો રેકોર્ડ પણ એમાં હોવો જોઈએ કે એન્ટ્રી કઈ તારીખે કરવામાં આવી રહી છે. કુલ મળીને સોફ્ટવેરમાં બધા ફેરફારનો રેકોર્ડ ઉપલબ્ધ હોવો જોઈએ. કંપનીઓ ક્યારેય પણ ઓડિટ ટ્રેલ ફંક્શનને ડિસેબલ નહીં કરી શકે. હાલ મોટા ભાગના અકાઉન્ટિંગ સોફ્ટવેરમાં ઓડિટ ટ્રેલની જોગવાઈ નહીં હોવાથી કોઈ પણ વિભાગ અથવા અધિકારીને એ માલૂમ નથી પડતું કે એ સોફ્ટવેરમાં એન્ટ્રી ક્યારે કરવામાં આવી છે. બેક ડેટેડ એન્ટ્રી પણ માલૂમ નથી પડતી. આને લીધે કંપનીમાં થતા ફ્રોડ અથવા અનિયમિતતાને ટ્રેસ નથી કરી શકાતી.
મંત્રાલય અનુસાર નાણાકીય વર્ષના અંતે એમની સ્થિતિ સહિત વર્ષ દરમ્યાન ઇન્સોલવન્સી અને બેન્કરપ્સી કાયદો, 2016 અનુસાર કરવામાં આવેલી અરજી અથવા વિચારાધીન કાર્યવાહીની વિગતો. સંબંધિત કારણો સહિત બેન્કો અથવા નાણાકીય સંસ્થાઓએ લોન લેવા દરમ્યાન એક વાર પતાવટના સમયે મૂલ્યની રકમ અને કરવામાં આવેલા મૂલ્યની વચ્ચે તફાવતની વિગતો.
બેન્કરપ્સી એન્ડ ઇનસોલવન્સી ડિસેબિલિટી બોર્ડ ઓફ ઇન્ડિયા (ibbi)ના અધ્યક્ષ એમ. એસ. સાહુએ કહ્યું હતું કે નાદારી કાયદા હેઠળ દબાણવાળી સંપત્તિ સંદર્ભે સ્થિતિ હવે સામાન્ય થઈ છે. નવા કેસોમાં નાદારીની પ્રક્રિયા શરૂ કરવા પર પ્રતિબંધનો સમય હવે પૂરો થયો છે, જેથી સામાન્ય સ્થિતિ થઈ રહી છે. કોરોનાને લીધે સંબંધિત જોગવાઈઓને સ્થગિત કરી દીધી હતી. એટલે હવે નવા કેસોમાં પ્રક્રિયા શરૂ થઈ શકે છે.