એરટેલ બોન્ડ થકી 1-અબજ ડોલર ઊભા કરશે

મુંબઈઃ દેશની બીજી સૌથી મોટી ટેલિકોમ કંપની ભારતી એરટેલ પર્પેચ્યુઅલ (સ્થાયી) બોન્ડના માધ્યમથી એક બિલિયન ડોલરનું ફંડ એકત્ર કરશે. આ પર્પેચ્યુઅલ બોન્ડમાં નિશ્ચિત આવકની સિક્યોરિટી હોય છે, પણ એમાં મેચ્યોરિટી તારીખ હોતી નથી. ટેલિકો અગ્રણી કંપનીએ આ યોજના અડધો ડઝન એમએનસી બેન્કો પાસે મૂકી છે, કેમ કે એનું લક્ષ્ય વિદેશી સંસ્થાકીય રોકાણકારો છે અને તેમની પાસે પુષ્કળ પ્રમાણમાં હોય છે. વળી આ પર્પેચ્યુઅલ બોન્ડ હોવા છતાં કંપનીને બોન્ડધારકોને આ બોન્ડ જારી કર્યા પછી પાંચ વર્ષ બાદ આ બોન્ડનાં નાણાં પરત કરવાનો અધિકાર રહેશે.

કંપનીએ પર્પેચ્યુઅલ બોન્ડ થકી આ કંઈ પહેલી વાર નાણાં ઊભાં નથી કર્યાં. ગયા વર્ષે કંપનીએ 5.65 ટકાના કૂપન દરે 25 કરોડ ડોલર બોન્ડ થકી ઊભા કર્યા હતા. કંપની આ ફંડનો ઉપયોગ વેપાર વિસ્તરણ માટે અને થોડા સમય પહેલાં લીધેલાં મોંઘાં દેવાંને ચૂકવવામાં કરશે. કંપની આ ઇશ્યુ ફેબ્રુઆરીમાં કરે એવી શક્યતા છે. જોકે શરતો અને વિગતોને હજી અંતિમ રૂપમાં આપવામાં નથી આવ્યું.

 

 

 

 

[ અમને ફોલો કરો:    Facebook   | Twitter   | Instagram  | Telegram 

તમારા મોબાઇલમાં 9820649692 આ નંબર Chitralekha નામે સેવ કરી અમને વ્હોટસએપ પર તમારું નામ અને ઈ-મેઈલ લખીને મોકલો અને તમને મનગમતી વાંચન સામગ્રી મેળવો .]