આઇસી15 ઇન્ડેક્સમાં 89 પોઇન્ટનો ઘટાડો

મુંબઈઃ ક્રૂડ ઓઇલના ભાવ ઘટી રહ્યા છે તેને પગલે અમેરિકામાં ફુગાવો પણ ઘટશે એવી આશા વચ્ચે સ્ટોક્સ ફ્યુચર્સમાં ઘટાડો આવ્યો છે. આ સંજોગોમાં મંગળવારે ક્રીપ્ટોકરન્સી માર્કેટમાં મિશ્ર વલણ રહ્યું હતું.

યુએસ વેસ્ટ ટેક્સાસ ઇન્ટરમીડિયેડ ક્રૂડ ઓઇલનો ભાવ ઇન્ટ્રાડે ધોરણે ગત ત્રીજી ફેબ્રુઆરી પછીના સૌથી નીચલા સ્તરે એટલે કે 88.62 ડોલર પ્રતિ બેરલ પહોંચ્યો હતો. બ્રેન્ટ ક્રૂડ ફ્યુચર્સનો ભાવ પ્રતિ બેરલ 93.98 ડોલર થઈ ગયો હતો.

દરમિયાન, રેટિંગ એજન્સી મૂડીઝનો અંદાજ છે કે વર્ષ 2024 સુધીમાં વૈશ્વિક સ્તરે ક્રૂડ ઓઇલનો ભાવ ઘટીને પ્રતિ બેરલ 70 ડોલર થઈ જશે. બાર્કલેઝનો અંદાજ છે કે 2022માં અને આવતા વર્ષે યુએસ વેસ્ટ ટેક્સાસ ઇન્ટરમીડિયેટનો સરેરાશ ભાવ 99 ડોલર થશે.

અગાઉ, 3.0 વર્સે લોન્ચ કરેલો વિશ્વનો સર્વપ્રથમ ક્રીપ્ટો ઇન્ડેક્સ – આઇસી15 મંગળવારે બપોરે ચાર વાગ્યે પૂરા થયેલા ચોવીસ કલાકમાં 0.25 ટકા (89 પોઇન્ટ) ઘટીને 35,619 પોઇન્ટ બંધ રહ્યો હતો. ઇન્ડેક્સ 35,708 ખૂલીને 35,977 સુધીની ઉપલી અને 35,064 પોઇન્ટની નીચલી સપાટીએ ગયો હતો.

IC15 ઇન્ડેક્સની હિલચાલ  
ખૂલેલો આંક  ઉપલો આંક  નીચલો આંક  બંધ આંક 
35,708 પોઇન્ટ 35,977 પોઇન્ટ 35,064 પોઇન્ટ 35,619 પોઇન્ટ

ડેટાનો સમયઃ 16-8-22ની બપોરે 4.00 (ભારતીય સ્ટાન્ડર્ડ ટાઇમ)