મુંબઈઃ BSE સ્ટાર MF પર એક મહિનામાં 92.98 લાખ ટ્રાન્ઝેક્શન પ્રોસેસિંગનો અને જાન્યુઆરીમાં 92.77 લાખ નવી SIPના રજિસ્ટ્રેશનનો નવો વિક્રમ નોંધાયો છે. દેશના આ સૌથી મોટા મ્યુચ્યુઅલ ફંડ પ્લેટફોર્મ પર જાન્યુઆરીમાં રૂ. 31575 કરોડના 92.98 લાખ ટ્રાન્ઝેક્શન થયા હતા. અગાઉ ડિસેમ્બર, 2020માં રૂ. 34,287 કરોડના 92.77 લાખ ટ્રાન્ઝેક્શન્સ થયાં હતાં.
એ ઉપરાંત આ જ મહિનામાં 4.77 લાખ નવા SIPનું રજિસ્ટ્રેશન થયું હતું. એક મહિનામાં આટલા રજિસ્ટ્રેશનનો આજ સુધીનો આ સૌથી ઊંચો આંકડો છે. નાણાકીય વર્ષ 2019-20 દરમિયાન પ્લેટફોર્મ પર 5.75 કરોડ ટ્રાન્ઝેક્શન્સ થયા હતા એની સામે એપ્રિલ, 2020થી જાન્યુઆરી, 2021 દરમિયાન 7.36 કરોડ ટ્રાન્ઝેક્શન થયા છે. આમ માત્ર દસ મહિનામાં આ વ્યવહારોમાં ૧૨૮ ટકાનો વધારો નોંધાયો છે.