નવી દિલ્હી- દેશની સૌથી મોટી વાહન નિર્માતા કંપની ટાટા મોટર્સ દ્વારા અધિગ્રહિત બ્રિટિશ કંપની લેન્ડ રોવરે તેમની નવી 2019 રેન્જ રોવર કારને રજૂ કરવા જઈ રહી છે. લેન્ડ રોવર સ્પેશિયલ વ્હિકલ કોર્પરેશને ખુલાસો કર્યો છે કે, નવી રેન્જ રોવરમાં અત્યાધુનિક સેફ્ટી ફીચર્સનો સમાવેશ કરવામાં આવ્યો છે. આ એસયુવીને ખાસ એવી રીતે તૈયાર કરવામાં આવી છે કે, આ કાર IED બ્લાસ્ટ અને બોમ્બ બ્લાસ્ટથી સુરક્ષિત રાખવા માટે પણ સક્ષમ છે.
તમને જણાવી દઈએ કે, આ એસયુવીને લેન્ડ રોવર સ્પેશિયલ વ્હિકલ ઓપરેશન ડિઝાઈન કરવામાં આવી છે. કંપનીનો દાવો છે કે, નવી રેન્જ રોવર વિશ્વ સ્તરની સુરક્ષાની સાથે સાથે આરામદાયક પણ હશે. મળતી માહિતી મુજબ આ એસયુવીને પૂર્ણ બેલિસ્ટિક અને બ્લાસ્ટના ધારા ધોરણો મુજબ તૈયાર કરવામાં આવી છે. આની કોર અને બોડી ઘણી મજબૂત છે, જે ઇમ્પ્રોવાઇઝિવ એક્સપ્લોઝિવ ડિવાઇસ (આઈઈડી) અને અન્ય બ્લાસ્ટ્સ પણ ટકી શકે છે.
કારની ફ્રંટ વિન્ડોને 150 એમએમ મોટી બનાવવામાં આવી છે. ઉપરાંત આ એસયુવીમાં જો કોઈ વ્યક્તિ ઈચ્છે તો ગાડીની અંદર બેસીને જ બહારના લોકોને સંબોંધિત કરી શકે તેવી પણ સુવિધા આપવામાં આવી છે. તેમજ સાયરન, ઈમરજન્સી લાઈટિંગ પેકઅપ પણ આપવામાં આવ્યું છે.
આ એસયુવીના ઈન્ટીરિયરને પણ ખાસ રીતે બનાવવામાં આવ્યું છે. જેમાં કંપનીએ 10 ઈંચની પ્રો ડૂઓ ઈન્ફોટેન્મેન્ટ સિસ્ટમ આપી છે. આ ઉપરાંત એલઈડી લાઈટિંગનો પણ સમાવેશ કરવામાં આવ્યો છે. ટાયરને ખાસ રીતે તૈયાર કરવામાં આવ્યા છે, જો કોઈ સંજોગોમાં ટાયર ફાટી જાય તો, ગાડી 80 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે 50 કિલોમીટર સુધીનું અંતર સરળતાથી કાપી શકવાની ક્ષમતા સાથે ગાડીમાં સવાર મુસાફરોને પણ સુરક્ષિત સ્થાન સુધી પહોંચાડી શકે છે. 2019 રેન્જ રોવરમાં કંપનીએ 280 કિલોવોટ અને 5 લીટરની ક્ષમતા ધરાવતું V8 એન્જીનનો પ્રયોગ કર્યો છે. જે પહેલાના મોડેલ કરતા ઘણું સારું માનવામાં આવે છે.