બિપોરજોયવાવાઝોડું : PM મોદીએ મુખ્યમંત્રી સાથે વાત કરી

બિપોરજોય વાવાઝોડુ ગુજરાત તરફ આગળ વધી રહ્યું છે. હાલ તે દ્વારકા થી 300 કિમી દુર છે. પરીસ્થિતીને જોતા દરેક પગલા લેવાઈ રહ્યાં છે. પ્રશાશન દરિયાકાંઠાના લોકોનું સ્થળાંતર કરી રહી છે. આ વચ્ચે આ ચક્રવાત વધુ ભયાનક બની રહ્યું છે.


વાવાઝોડાએ પોતાનુ ભયાવહ સ્વરુપ ધારણ કર્યું

વાવાઝોડાને લઈને ગુજરાત સરકાર એક્શન મોડમાં છે. SDRF અને NDRFની ટીમો વાવાઝોડા સંભવિત વિસ્તારોમાં ગોઠવાઈ ગઈ છે. લગભગ આ વાવાઝોડાને કારણે 16 લાખ લોકો પ્રભાવીત છે. 15 જુને આ વાવાઝોડુ જખૌથી પસાર થશે. બીજી બાજુ કચ્છમાં ઓરેંજ એલર્ટ આપવામાં આવ્યું છે. કચ્છમાં ભારે થી અતિભારે વરસાદ પડી શકે છે. ગુજરાતના બંદરો પર 10 નંબરનુ સિગ્નલ લગાવી દેવામાં આવ્યું છે, જે સુચવે છે આ વાવાઝોડાએ પોતાનુ ભયાવહ સ્વરુપ ધારણ કર્યું છે. દરિયાકાંઠે હાલ 30 ફુટ ઉંચા મોજા ઊછળી રહ્યાં છે.


PMએ કર્યો CMને ફોન

આ બધાની વચ્ચે વડાપ્રધાન મોદી આ ચક્રવાત પર ચાપતી નજર રાખી રહ્યાં છે. વાવાઝોડાને લઈને તેઓએ સોમવારે હાઈલેવલ મીટીંગ બોલાવી હતી. તેમને કાલે મુખ્યમંત્રી સાથે પણ ટેલિફોનીક વાતચીત કરીને સ્થિતીનો તાગ મેળવ્યો હતો આ સાથે તેમને જરુરી તમામ સહાયનુ આશ્વાશન પણ આપ્યું હતું.