હાલ પવિત્ર શ્રાવણ માસ ચાલી રહ્યો છે. ત્યારે આ માસમાં અનેક સાતમ આઠમ રક્ષાબંધન જેવા અનેક તહેવારો આવતા હોય છે. ત્યારે આ તહેવારોની સિઝનમાં રાહતના સમાચાર સામે આવ્યા છે. સીંગતેલના ભાવમાં પ્રતિ ડબ્બે 40 રૂપિયાનો ઘટાડો થયો છે. રાજ્યમાં સાતમ આઠમના તહેવાર પહેલા રાહતના સમાચાર આવ્યા છે, સીંગતેલમાં ડબ્બે રૂપિયા 40નો ઘટાડો થતા ગૃહિણીઓને મોટી રાહત મળી છે. જોકે આ ભાવ ઘટાડા પછી હજુ પણ સીંગતેલના ડબ્બાનો ભાવ 3000 રૂપિયાને પાર છે.સીંગતેલના ભાવમાં રૂપિયા 40નો ઘટાડો થતાં સીંગતેલનો ડબ્બો 3060 રૂપિયાએ પહોંચ્યો છે.
સૌરાષ્ટ્રમાં નવી મગફળીની આવકના પગલે ભાવમાં ઘટાડો
રાજકોટમાં સીંગતેલનો ડબ્બો 3000 થી 3,040 રૂપિયા બોલાઈ રહ્યો છે.સૌરાષ્ટ્રમાં નવી મગફળીની આવક થતા ભાવમાં ઘટાડો થયો છે. સૌરાષ્ટ્રના માર્કેટિંગ યાર્ડમાં સતત મગફળીની આવકમાં હવે વધારો થશે જેથી સીંગતેલેના ભાવમાં આગળ પણ ઘટાડો ધવાની ધારણા છે.આમ સૌરાષ્ટ્રમાં નવી મગફળીની આવકના પગલે ભાવમાં ઘટાડો થયો છે.