બજેટ પાસ થયા બાદ તરત જ તેનો અમલ થતો નથી તેના માટે પણ કેટલાક નિયમો બનાવ્યા છે. આવો જાણીએ બજેટ અમલ ક્યારે થાય તેનો લાભ ક્યારથી મળે છે. દેશની જનતાનું 1 ફેબૃઅરીની આતુરતાપૂર્વક રાહ જોઈ રહી છે અર્થાત 1 ફેબ્રુઅરીએ દેશના નાણામંત્રી નિર્મલા સીતારમણનું પાંચમું અને વર્તમાન મોદી સરકારનું ચૂંટણી પૂર્વેનું અંતિમ બજેટ રજુ કરશે. સાથે જ એટલા માટે પણ આ બજેટ મહત્વનું છે કે કોરોના મહામારીની દેશના અર્થતંત્ર પર અસર થઇ હતી. રજુ થનાર આ બજેટમાં સરકાર ક્યાં મોટા પગલા ભરશે તેના તરફ સૌની નજર છે. નિયત સમય પ્રમાણે બજેટ તો રજુ થઇ જશે પરંતુ તે તરત જ અમલમાં આવી જતું નથી તેના માટેના કેટલાક નિયમો છે. બજેટ રજુ થાય તે પહેલા તેના નિયમો જાણી લઇએ.
બજેટની રજૂઆત
બજેટ રજૂ કરતા પહેલા દેશના રાષ્ટ્રપતિની મંજૂરી લેવામાં આવે છે. મંજૂરી બાદ કેન્દ્રીય કેબીનેટ સમક્ષ મુકવામાં આવે છે. આ પછી સંસંદના બંને ગૃહ લોકસભા અને રાજ્યસભા રજુ કરવામાં આવે છે.બંને ગૃહોમાં રજુ થયા બાદ બંને ગૃહોમાં તેની ચર્ચા થાય છે. અહી એક વાત નોંધનીય છે કે રાજ્યસભા માત્ર બજેટની ચર્ચા થાય છે. મતદાન નહી. જયારે લોકસભામાં ગ્રાન્ટ માટેની માંગણીઓ પર મતદાન થાય છે.
બજેટ તૈયાર કરવાની પ્રક્રિયા
બજેટ તૈયાર કરતા પહેલા નાણા મંત્રાલય દ્વારા તમામ મંત્રાલય કેન્દ્રશાસિત પ્રદેશો અને સ્વાયત્ત સંસ્થોને એક પરિપત્ર જાહેરકરવામાં આવે છે. ત્યારબાદ વિભાગ પોતાની જરૂરિયાત મુજબ રીપોર્ટ તૈયાર કરી નાણા મંત્રાલયને મોકલે છે.રીપોર્ટમાં નાણા મંત્રાલયને પોતાનું ભંડોળ અને યોજનાઓ વિશેની માહિતી આપે છે.