સૈફ અલી ખાન પર આવ્યું હવે એક નવું સંકટ

અભિનેતા સૈફ અલી ખાનના પરિવારની મુશ્કેલીઓ ઓછી થવાનું નામ નથી લઈ રહી. સૈફને કરોડોનું નુકસાન થવાની શક્યતા છે. ભોપાલમાં તેમની મિલકતો અંગે લાંબા સમયથી ચાલી રહેલો વિવાદ વધુ વકર્યો છે. પાલ જિલ્લામાં સ્થિત તેમની સ્થાવર મિલકતો પર 2015 માં હાઇકોર્ટ દ્વારા લાદવામાં આવેલ સ્ટે ઓર્ડર રદ કરવામાં આવ્યો છે. આ નિર્ણય બાદ સૈફ અલી ખાનના પરિવારની સંપત્તિ જોખમમાં આવી ગઈ છે. તેમના પરિવારની અપીલ કરવાની તક સમાપ્ત થઈ ગઈ છે. જિલ્લા વહીવટીતંત્ર હવે આ મિલકતોનો કબજો લેવા માટે સ્વતંત્ર છે. જોકે, સૈફ પરિવાર પાસે હજુ પણ એક તક છે. તેઓ હાઈકોર્ટની ડિવિઝન બેન્ચમાં અપીલ દાખલ કરી શકે છે.

શું મામલો છે?

ભોપાલ સ્થિત સૈફ અલી ખાનની મિલકત અંગેનો કેસ 1960ના દાયકામાં શરૂ થયો હતો. જ્યારે નવાબ હમીદુલ્લાહ ખાનનું અવસાન થયું, ત્યારે તેમની પુત્રી આબીદા સુલતાન મિલકતની હકદાર માનવામાં આવી. જોકે, આબિદા પાકિસ્તાન ગઈ હતી. આ પછી, ભારત સરકારે એક વટહુકમ બહાર પાડીને તેમની બીજી પુત્રી સાબિયા સુલતાનને ભોપાલની નવાબી મિલકતની વારસદાર જાહેર કરી. આ વટહુકમ પછી, મિલકત ખરીદનારાઓમાં ભય ફેલાયો કે કેન્દ્ર સરકાર આ મિલકતો પાછી લઈ શકે છે.

અભિનેતાએ 2014 માં તેમની મિલકતને દુશ્મન સંપત્તિ તરીકે જાહેર કરવાના નિર્ણયને પડકાર્યો હતો. તેમણે કહ્યું કે તેમની મિલકત દુશ્મન મિલકત નથી. આ કેસમાં દુશ્મન સંપત્તિ વિભાગની કાર્યવાહી ખોટી હતી. આ પડકારે સમગ્ર વિવાદને વધુ જટિલ બનાવ્યો. જોકે, 13 ડિસેમ્બરે સૈફ અલી ખાન, તેની માતા શર્મિલા ટાગોર અને સાબિયા સુલ્તાનની અરજી ફગાવી દેવામાં આવી હતી.

સૈફ અલી ખાનના પરિવાર પાસે હજુ પણ એક તક છે, કારણ કે તેઓ હાઈકોર્ટની ડિવિઝન બેન્ચમાં અપીલ દાખલ કરી શકે છે. જો તેઓ અપીલ દાખલ કરે અને કોર્ટ તેમના પક્ષમાં ચુકાદો આપે, તો તેમની મિલકત પરનો ખતરો દૂર થઈ શકે છે.